ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના
સૌપ્રથમ આ યોજના વિશે સંપૂર્ણ માહિત જાણીએ (ઈ સમાજ કલ્યાણ વેબસાઈટ મુજબ )
યોજનાનો હેતુ
- સફાઇ કામદાર અને તેમના આશ્રીતો કે જેઓ ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
નિયમો અને શરતો
- આ યોજનાનો લાભ ફક્ત સફાઇ કામદારો અને તેના આશ્રિતોને જ આપવામાં આવશે. તે માટે સક્ષમ અધિકારીનો દાખલો અરજી સાથે રજૂ કરવાનો રહેશે.
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની રહેશે.
- ડૉ.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- આ યોજના હેઠળ આવક મર્યાદા ઘ્યાનમાં લેવાની રહેતી નથી
- ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ બનેલ મકાન પર લાભાર્થીએ " રાજ્ય સરકારની ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના" એ મુજબની તકતી બનાવી લગાડવાની રહેશે.
- અરજદારે રજૂ કરેલા આશ્રિત માટેની વ્યાખ્યાના કારણો અંગે કોઇ મુદ્દો ઉપસ્થિત થાય તો તેનો મંજુરી/ નામંજુરીનો આખરી નિર્ણય નિગમ કક્ષાએથી લેવામાં આવશે.
- અરજદારે પ્રમાણપત્રો મુજબ અરજીમાં નામ લખવાનું રહેશે, તેમજ તે જ પ્રમાણે અરજીમાં જે સહી કરવામાં આવે તે જ પ્રમાણેની સહીનો નમૂનો અધિકૃત ગણાશે.
- અરજી ઓનલાઇન થયા બાદ અરજીની બે-નકલો અરજદારે જીલ્લા કચેરીએ જમાં કરાવવાની રહેશે.
- ર્ડા. આંબેડકર આવાસ યોજના, ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના કે સરકારશ્રીની અન્ય કોઇ આવાસ સહાયની યોજનાઓ હેઠળ લાભાર્થી કે લાભાર્થીનાં પતિ-પત્નીએ અગાઉ આવાસ સહાયનો લાભ લીધેલ હશે તો અરજી નામંજુર કરવામાં આવશે.
- આવાસ સહાયનો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
- આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
- સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારે સફાઇ કામદાર કે તેના આશ્રીત હોવા અંગેનો સક્ષમ અઘિકારીનો દાખલો.
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો/એલ.સી (ફરજીયાત નથી).
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો(ફરજીયાત નથી)
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જમીન માલિકીનું અથવા કાચુ મકાન ઘરાવતા હોયતો તેનાઆધાર જેવા કે દસ્તાવેજ/આકારણી પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
- અન્ય જગ્યાએ થી આવાસ માટે સહાય મળેલ નથી તેઅંગેનું પ્રમાણપત્ર
ત્યારબાદ જો આપેલ માહિતી મુજબ તમે આ યોજના માટે લાયક હોય તો તમારે
ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના લાભ લેવા માટે સૌપ્રથમ https://esamajkalyan.gujarat.gov.in/ ઓફિસિયલ વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહશે.
અથવા તમે પહેલેથી જ રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારે તમામ ડોકયુમેન્ટની સોફ્ટ કોપી તૈયાર કરવાની રહશે આ યોજનામાં આવેદન કરતા પહેલા.
હવે તમારે નીચે આપેલ લીંક પર ક્લિક કરવાથી તમે સીધા જ યોજના લાભ લેવા આવેદન કરી શકશો.
ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના
- ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અરજી ફોર્મ: ડાઉનલોડ
- ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અરજી માટે જરૂરી દસ્તાવેજો જોડાણ : ડાઉનલોડ
- ઓફિસીયલ વેબસાઈટ : https://esamajkalyan.gujarat.gov.in/
Dr. Ambedkar Safai Kamdar Awas Yojana in Gujarat
- Dr. Ambedkar Safai Kamdar Awas Yojana application form : Download
- Dr. Ambedkar Safai Kamdar Awas Yojana attachments documents : Download
- Official Website : https://esamajkalyan.gujarat.gov.in/
Dr. Ambedkar Safai Kamdar Awas Yojana Gujarat form,Dr. Ambedkar Safai Kamdar Awas Yojana bahedari patrak,Dr. Ambedkar Safai Kamdar Awas Yojana apply online.
Tags:
YOJANA
surendrasinhparmar768@gmail.com
ReplyDelete