સ્વાસ્થ્ય સૂત્રો અને સ્વાસ્થ્ય સુવિચાર
Swasthya Sutra ane suvichar in Gujarati
સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતા
સવસ્થ રહેવા માટે આટલું જરૂર કરો.
- સ્વદેશી અપનાવશો તો વિદેશી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહિ- જીભના ટેસ્ટ, શરીર માટે વેસ્ટ(કચરો),દવાની કંપનીઓ માટે શ્રેષ્ઠ આપને નહી મળે જીવનભર રેસ્ટ
- બસ ખાવાપીવાની થોડી જીવનશૈલી બદલવી ખુબજ જરૂરી છે નહીં તો ગમે તેટલી ગોળીઓ કે દવાઓ ખાશો તો પણ કોઈપણ રોગ કાબુમાં આવશે નહીં
- આયુર્વેદમાં ચરી જ મહત્વનો ભાગ ભજવે છે આહાર એજ ઔષધ અને પોતેજ પોતાના ડોકટર બનો આ નિયમનું જો પાલન કરશો તો આપને એલોપથી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહિ
- ખાંડના ડખાથી બચજો અને દેશી ગોળ ખાજો રિફાઈન્ડતેલના ખેલથી બચો અને ઘાણીનું તેલ વાપરજો
- દવા જેવું ખાઓ નહીંતર ખાવા જેટલી દવાઓ ખાવી પડશે એ નક્કી જ છે
- રોજની 108 તાળી પાળો અને પોતાની જીભને શક્ય તેટલી વધુ બહાર કાઢીને બન્ને બાજુ ધીમે ધીમે 108 વખત ફેરવવાથી અનેક પ્રકારના રોગથી બચી શકાય છે
- જેનું જીવન બેઠાડુ છે તેમને જ આહાર વિહાર કે યોગ પ્રાણાયામ કરવાની જરૂર પડે છે બાકી જે સખત મહેનત કરે છે અને પરસેવો પાડે છે તેમણે કોઈપણ આહાર વિહારના નિયમ પાળવાની જરૂર નથી
- નિરોગી જીવનશૈલીનું રહસ્ય એટલે, જે વધારે ભાવે તે ઓછું ખાજો અને જે ઓછું ભાવે તે વધારે ખાજો.
Tags:
Health