Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Triphala churna ingredients in gujarati

triphala churna benefits gujarati

ત્રિફળા ચૂર્ણ ફાયદા અને બનાવવાની રીત

Triphala churna ingredients in gujarati


Triphala churna ingredients in gujarati

ત્રિફળા ચૂર્ણ ના ફાયદા । ત્રિફળા ચૂર્ણ બનાવવાની રીત । ત્રિફળા ચૂર્ણ કેવી રીતે લેવું । ત્રિફળાના ઔષધિય ઉપચાર




ત્રિફળા ચૂર્ણ ના ફાયદા


આપણા શરીરમાં સૌથી વધારે રોગ કબજીયાતને કારણે જ આવે છે. એક કહેવત છે કે જેના દાંત સાફ તેનું પેટ સાફ, જેનું પેટ સાફ તેનો ઝાડો સાફ અને જેનો ઝાડો તેના બધા રોગ માફ.

વાગભટ્ટ ઋષિએ ત્રિફળા માટે સૌથી વધુ એટલેકે 120 સૂત્રો ઉપર ચર્ચા કરી છે

શું આપને જૂનામાં જૂની કબજીયાતને જડમૂળથી ખતમ કરવી છે ?

શું આપને વાત-પિત્તને કફનું બેલેન્સ કરવું છે ?

શું આપને જીવનભર એક પણ રોગ વિના નિરોગી રહેવું છે ?

શું આપને શક્તિ અને સ્ફુર્તિને જીવનભર જાળવી રાખવી છે ?

આ દરેક સમસ્યાનો એક જ ઈલાજ અને તે છે "ત્રિફળા" ચૂર્ણ


ત્રિફળા ચૂર્ણ

ત્રિફળા અર્થાત્ હરડે, બહેડા અને આમળાનું મધુર મિલન છે જે સ્વાસ્થ્યને અલમસ્ત રાખે છે. ત્રિફળા એક એવી આયુર્વેદિક દવા છે જે શરીર ને સાવ બદલી શકે છે. ત્રિફળા ને નિયમિત લેવાથી સ્વશ્ય એકદમ સરસ રહે છે. આખી જિંદગી સ્વસ્થ અને સશક્ત રહેવા માટે ત્રિફળા ચૂર્ણ ખુબજ લાભદાયી છે. ત્રિફળા માત્ર ડાયાબીટીસ જ નહીં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અક્સિર માનવામાં આવે છે તથા કબજિયાત માં પણ લાભદાયી છે. ત્રિફળાને આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી મિશ્રણ અને ઉત્તમ ઔષધી માનવામાં આવે છે.

Triphala churna ingredients in gujarati

 

ત્રિફળા બનાવવાની સાચી રીત.

 

હરડે બને તેટલી મોટી લેવી, બહેડા એકદમ નવા લેવા, આમળા મોટા અને તાજા પસંદ કરવા. આ ત્રણેય વસ્તુઓને તડકો ન હોય ત્યાં સૂકવીને તેને પીસીને તેનું ચૂર્ણ બનાવી કપડાથી ગળી લો અને આ ચૂર્ણ બરણીમાં ભરી લેવું. આમ ન કરવું હોય તો બજાર માં તૈયાર ત્રિફલા ચૂર્ણ મળે છે.

ત્રિફળા આપણે ત્યાં પેટની કોઈપણ બિમારીને દુર કરવા માટે લોહી શુધ્ધ કરવા માટે અથવા શરીરની ગંદકી બહાર કરવા માટે, લોહી શુધ્ધ કરવા માટે અથવા શરીરની ગંદકી બહાર કરવા માટે જાણીતું છે પણ એના વડે ડાયાબિટીસ પણ દૂર થઈ શકે છે….!

  

બહુગુણી ત્રિફલા ચુર્ણ ઓનલાઇન ઘેર બેઠા મંગાવવા માટે અહી ક્લિક કરો. : Click Here


Trifala Churn powder

 ડો રાજીવભાઈ દીક્ષિતના કહેવા પ્રમાણે
હરડે-100 ગ્રામ
બહેડા-200 ગ્રામ
આમળા-300 ગ્રામ
ઉપર જણાવ્યા પ્રમાણેની માત્રામાં લઈને તેને મિક્સ કરીને કાચની બોટલમાં ભરો


ત્રિફળા ચૂર્ણ કેવી રીતે લેવું અને કોને લેવું ?


જો આપને શક્તિ અને સ્ફુર્તિ કાયમી જાળવી રાખવી હોય તો અડધી ચમચી ત્રિફળાચૂર્ણ સવારે શુદ્ધ મધ કે દેશીંગોળ સાથે લઈ શકો છો. સવારે લેવાથી શક્તિવર્ધક છે

જો આપને કબજીયાતને જડમૂળથી કાઢવી હોય તો અડધી ચમચી ત્રિફળાચૂર્ણ રાત્રે ગાયનું દૂધ કે ગરમ પાણી લેવું. રાત્રે લેવાથી પાચનશક્તિ વધારે મજબૂત બને છે.


હરડે આમળા અને બહેડા

હરડે

હરડેનું આયુર્વેદમાં ખુબજ મહત્વ છે. હરડે ત્રણ મોટી બીમારી વાયુ, પિત્ત અને કફ નો નાશ કરે છે. હરડે ભૂખ લગાડવામાં મદદ કરે છે. હરડે હૃદય અને મગજ માટે ટોનિકની જેમ કામ કરે છે.

આમળા

આમળા ખુબજ લાભદાયી હોય છે. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. તે શરીરને ઇન્ફેક્શનથી દૂર રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી શરીરમાં એન્ટી બેક્ટેરિયલ ઉર્જાનો સંચાર થાય છે. આમળા થી માણસ યુવાન રહે છે. તે પાચન માં પણ મા મદદ કરે છે.

બહેડા

બહેડા અત્યંત ગુણકારી છે. તે કફદોષનાશક અને કેશવર્ધક હોવાથી વાળને કાળા રાખવામાં મદદ કરે છે. આંખ અને લોહી સંબંધી રોગોમાં લાભકારી છે.


Post a Comment

Previous Post Next Post