Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


25 સપ્ટે, 2021

Amrut Vachan in Gujarati

  Gujarati Mitra       25 સપ્ટે, 2021

અમૃત વચન

Amrut Vachan in Gujarat


અમૃત વચન એટલે જે મહાન વ્યક્તિઓ વડે કહેવામાં શબ્દો. જો આ અમૃત વચન પોતાના જીવન દરમિયાન પાલન કરે તો દુર્ગુણી વ્યક્તિ પોતાની જીવનને સદગુણી બનાવી દે છે. અહીંયા ઘણાબધા મહાન વ્યક્તિના અમૃત વચનો આપેલા જેમ કે સ્વામી વિવેકાનંદ, ગૌતમ બુદ્ધ , RSS સ્થાપક હેડગવરે, વગેરે. 

Amrut Vachan in Gujarati અમૃત વચન


- કોઈ પણ મહાપુરૂષે એવું નથી માન્યું કે આર્થિકબળ એ એકમાત્ર શક્તિ છે આ દેશનો ઈતિહાસ બતાવે છે કે બધી શક્તિઓનો મૂળ આધાર ધર્મ જ છે.


- જ્યારે તમે, તમે નથી હોતા, જ્યારે શુદ્ર, અહંભાવનો અભાવ હોય છે ત્યારે, 'તમે શ્રેષ્ઠ છો' ત્યારે 'તમે સત્ય છો'


- આપણે હંમેશા એ વિચારવું જોઈએ કે જે કાર્ય કરવાનું વ્રત આપણે લીધું છે તે કાર્ય જેટલી ગતિ થી આપણે કરીએ છીએ તે આપણી ઉદેશ્યપૂર્તિ તથા કાર્ય સિધ્ધી માટે પર્યાપ્ત છે ?

- બધા જ સંપ્રદાય મારા છે બધી જ જાતિઓ મારી છે આપણે બધા જ હિન્દુઓ એક છીએ નર સેવા રૂપી નારાયણ સેવા કરવા આપણું બધુ જ સમર્પિત કરી દેવું જોઈએ.


- હે હિંદુઓ ઉઠો જાગો નિર્બળતાના સંમોહનમાંથી મુકત થાઓ કોઈ ખરેખર નિર્બળ હોતું નથી આત્મા અપર શક્તિમાન છે અનંત છે અને છે ઉઠો સંકલ્પ કરો તમારામાંના ઈશ્વરને જગાડો


- હવે પછીનું શતક આપણા સહુ માટે માત્ર રાષ્ટ્રની આરાધના કરવાનું શતક છે રાષ્ટ્રને ને છોડીને બીજું કોઈ આપણું આરાધ્ય નથી


- ગુરૂ સ્થાને કોઈ વ્યક્તિ નહી પણ તત્વ છે.ગુરૂ સ્થાન વ્યકિતમાં સ્ખલન આપે છે તેથી ગુરુસ્થાને એકલવ્યએ ગુરૂદ્રોણ ની મૂર્તિ રાખી વિદ્યા શીખ્યો તે પ્રમાણે સંઘમાં ગુરુસ્થાને ભગવા ધ્વજને સ્વીકારીએ છીએ.


- ધન્ય છે તે લોકો જેમણે શરૂઆતથી જ જીવનનું લક્ષ્ય નક્કી કર્યું છે. જીવનના અંત સુધીમાં, તે ખૂબ જ સંતોષ મેળવે છે કે તેણે હેતુ વિનાનું જીવન જીવી નથી રહ્યા અને ધ્યેય શોધવામાં પોતાનો સમય બગાડ્યો નથી. જીવન એક તીર જેવું હોવું જોઈએ જે સીધા લક્ષ્ય પર મારે અને લક્ષ્ય વ્યર્થ ન જાય.


- મહાન સંઘ એટલે હિન્દુઓની સંગઠિત શક્તિ. હિન્દુઓની સંગઠિત શક્તિ એટલા માટે છે કે તે આ દેશનું ભાગ્ય નિર્માતા છે. તે તેના કુદરતી માલિક છે. તે તેમનો દેશ છે અને તેમના પર દેશનો ઉદય અને પતન આધાર રાખે છે.


- જ્યારે ગરીબો તમારી સાથે હોય ત્યારે તેમની મદદ કરો. અને એક પ્રયાસ એ પણ કરો કે તમારી મદદ મેળવવા માટે ગરીબ લોકો બાકી ન રહે.


- આત્મીયતાનો સીધો અનુભવ હોવો જરૂરી છે, જો આપણે સમાજના સુખ -દુ: ખને સ્પર્શી શકીએ તો માનવું જોઈએ કે આ અનુભવનો થોડો ભાગ આપણને પણ મળ્યો છે.


- જે બીજાના દોષોની ચર્ચા કરે છે, તે પોતાના દોષ પ્રગટ કરે છે.

- ઉપભોગ વડે કામભોગોની તૃષ્ણા શમતી નથી.

- માણસે પોતાની ફરજ જાણ્યા પછી ફરજ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ.

- વિશ્વની વ્યવસ્થામાં કર્મ જ પ્રધાન છે, અને વાસનારૃપ કર્મ પુનર્જન્મનું કારણ છે.

- તૃષ્ણા ક્ષયથી જ દુ:ખનો નાશ સંભવે છે.

- ચોરી, હિંસા, વ્યભિચાર, અસત્ય ભાષણ એ ચાર દુ:ખ કર્મો છે. સ્વચ્છંદ દ્વેષ, ભય, મોહ એ ચાર પાપનાં કારણો છે. મદ્યપાન, રાત્રિભ્રમણ, નાટક-તમાશા, વ્યસન, જુગાર, કુસંગતિ અને આળશ એ છ સંપત્તિમાં નાશનાં દ્વારો છે.

- પાપ પરિપકવ થતાં નથી ત્યાં સુધી મીઠાં લાગે છે પણ પાકવા માંડે છે ત્યારે બહુ દુ:ખ દે છે.

- સ્વજનો કે માતાપિતા જેટલી ભલાઈ કરી શકે તેનાથી વધુ ભલાઈ સાચે માર્ગે વળેલું ચિત્ત કરી શકે છે.

logoblog

Thanks for reading Amrut Vachan in Gujarati

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો