અજબ સવાલો અને જવાબો
amazing facts in gujarati language
Fact Gyan in Gujarati
નમસ્કાર મિત્રો અહીં ઘણા બધા સવાલોના જવાબ શોર્ટમાં આપવામાં આવેલ છે જે મોટાભાગના લોકો જાણવા માટે ઉત્સાહિત હોય છે. ઘણા બધા રોચક તથ્યો ગુજરાતી મિત્ર ટિમ દ્વારા ભેગા કરવામાં આવ્યા છે જે રોજે રોજે અપડેટ થતા હોય છે.
વિષયો વૈજ્ઞાનિક તથ્યો , જાણવા જેવું કે અમુક ફેક્ટ માહિતી વગેરે શેર કરવામાં આવેલ છે.
વિજળનો શોક લાગવાથી વ્યક્તિનું મૃત્યુ કેમ થાય ?
માનવના શરીશમાં લગભગ 70% જેટલું પાણી હોય છે. જ્યારે વીજળીનો કરંટ લાગે ત્યારે શરીરમાં સંગ્રહાયેલા પાણીને જલાવી દે છે. પાણી નાશ પામવાથી શરીરમાં લોહી ઘાટું બની જાય છે અને લોહીનો પ્રવાહ ધીમો પડી જાય અને શરીરના ઘણા અંગો કામ કરવાનુ બંધ કરી દે છે. અને વ્યક્તિનું મૃત્યુ થાય છે.
વરસાદને બારે મેંઘ ખાંગા .. તેમ શા માટે કહેવામાં આવે છે ?
કારણ કે વરસાદના સાહિત્યમાં 12 પ્રકાર જણાવ્યા છે જે આ મુજબ છે 1.ફરફર ૨. છાંટા વરસાદ ૩. ફોરા વરસાદ ૪. કરા વરસાદ ૫.પછેડીવા વરસાદ ૬. નેવાધાર વરસાદ ૭. મોલ મેહ વરસાદ ૮. અનરાધાર વરસાદ ૯. મૂશળધાર વરસાદ ૧૦. ઢેફાભાંગ વરસાદ ૧૧. પાણ મેહ વરસાદ ૧૨. હેલી વરસાદ