Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


11 સપ્ટે, 2021

Ginger benefits in Gujarati

  Gujarati Mitra       11 સપ્ટે, 2021

Ginger in Gujarati benefits

આદુ ઔષધીય , આદુ વિશે માહિતી અને આદુ ના ફાયદા


આદુ ઔષધીય , આદુ વિશે માહિતી અને આદુ ના ફાયદા

Sunth in Gujarati | Ginger powder in Gujarati

આદુ વિશે માહિતી


આદુ વનસ્પતિ એ આપણી આસપાસ જોવા મળતી વનસ્પતિ છે, જેનાં મૃળમાં થતી ગાંઠનો ઉપયોગ આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે. આદુમાંથી સુંઠ બને છે જે ચા ના મસાલા તરીકે પ્રખ્યાત છે.

સૌથી વધુ આદુની ખેતી ભારતમાં થાય છે. જગતમાં આદુની ખેતીમાં મળતા ઉત્પાદનમાં ભારતનો ૩૦% જેટલો ભાગ છે. આદુને જુદી જુદી ભાષાઓમાં જુદાં જુદાં નામો છે, સંસ્કૃતમાં વિશ્વોષધ, અંગ્રેજીમાં જીંજર (Ginger) કહેવામાં આવે છે.


આદુ ના ફાયદા

આદુ ઔષદીયનાં ફાયદાઓ ઘણા બધા છે જેમ કે - ભારે , તીક્ષ્ણ , ઉષ્ણ , જઠરાગ્ની શાંત કરનાર, તીખુ , પચ્યા પછી મધુર , રુક્ષ , વાયુ અને કફ મટાડનાર , હૃદય માટે હીતાવહ અને આમવાતમા પથ્ય છે. રસ તથા પાકમા શીતળ છે. આદુ આહારનુ પાચન કરનાર, આદુ ચોટી ગયેલા મળને તોડનાર અને નીચે સરકાવનાર , આહાર પર રુચી કરાવનાર અને કંઠને હીતકર છે.

આદુ વનસ્પતિ એ સોજા , શરદી , ઉધરસ , શ્વાસ જેવા કફના રોગો , ગળાના રોગો , કબજીયાત , ઉલટી અને ઉદરશુળને મટાડે છે.

આદુનો મુરબ્બો, અવલેહ અને પાક બનાવવામાાં આવે છે, તથા આદુમા મીઠુ અને લીંબુનો રસ મેળવી અથાણુ બનાવવામા આવે છે.

  • આદુ કાંજી અને સીંધવ કે મીઠા સાથે લેવાથી પાચક, અગ્નીદીપક, કબજીયાત તથા આમવાતનો નાશ કરનાર છે.

  • બે ચમચી આદુનો રસ, બે ચમચી લીંબુનો રસ અને ૧/૪ ચમચી સીંધવ જમતા પહેલા લેવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, મુખ અને હૃદયની શુદ્ધિ થાય છે, સ્વરભેદ (અવાજ બેસી જવો), ઉધરસ, દમ, અપચો, અરુચી, મળાવરોધ, સોજા, કફ, વાયુ અને મંદાગ્ની મટાડે છે.

  • ભોજનની પહેલા નમક અને આદુ સર્વ કાળે પથ્ય છે. એ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, રુચી ઉપજાવનાર અને જીભ તથા કંઠને સાફ કરે છે.
  • આદુ કોઢ, પાાંડુરોગ, મુત્રકૃચ્છ-અટકી અટકીને પેશાબ થવો, રક્તપીત્ત, વ્રણ-ચાંદાં, જ્વર અને દાહ હોય ત્યારે અને ગ્રીષ્મ તથા શરદ ઋતુમાાં આદુ હીતકારી નથી.

આદુનો રસ બનાવવાની રીત

  • ચણા જેવડા આદુના પાાંચ-છ ટુકડા એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવા. અડધુ પાણી બાકી રહે ત્યારે ઉતારી, ગાળીને એટલુ જ દુધ અને એક ચમચી સાકર નાખી સામાન્ય ચા ની  જેમ ધીમે ધીમે સવાર-સાંજ પીવાથી કફ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો તેમ જ કમર અને છાતીની પીડા મટે છે.

  • આદુ તીક્ષ્ણ અને ઉષ્ણ હોવાથી આ ઉપચારથી શરીરના સુક્ષ્મ માર્ગોના અવરોધો દુર થાય છે. આહારનુ યોગ્ય પાચન થાય છે અને રસ, રક્તાદી ધાતુઓની વૃદ્ધિ થતા શરીર સ્વસ્થ, સુંદર બને છે. પીત્તના રોગોમાં અને પીત્ત પ્રકૃતીવાળાએ આ ઉપચાર ન કરવો.
  • આદુના રસમાં પાણી અને સાકર નાખી પાક કરવો. તેમા કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીંગ જરુર પુરતા નાખી કાચની બરણીમા ભરી રાખવો. આ પાક ઉધરસ, દમ, અગ્નીમાાંદ્ય, અરુચી અને પાચન માટે ઉપયોગી છે.
  • આદુના રસમા લીંબુનો રસ અને સીંધવ નાખી લેવાથી અજીર્ણ દુર થઈને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે. વળી એનાથી ઉદરનો વાયુ-ગેસ અને મળબદ્દતા દુર થાય છે, આમવાત મટે છે.
બાળકો, યુવાનો, વૃદ્ધો , સગર્ભા અને પ્રસુતા સ્ત્રીઓ બધા નિર્ભયતાથી આદુનો ઉપયોગ કરી શકે છે. છતા ત્વચાના રોગોમાં , કાંઈ વાગ્યું હોય ત્યારે , લોહીની ઉણપ હોય , ગરમીની પ્રકૃતી હોય, મુત્ર કે જનન તાંત્ર વીષયક રોગ હોય કે એસીડીટી રહેતી હોય તો આદુનો પ્રયોગ કરવાથી હાની થાય છે. એમાં આદુ ન લેવુ.

  • પેટ અજીર્ણથી ભારે થઈ ગયુ હોય તો સુઠ અને જવખારનુ ચૂર્ણ ઘી સાથે ચાટવું.
  • બે ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી દમ, વરાધ અને કફના રોગો મટે છે.
  • અલ્સર-ચાંદાં સીવાયના તમામ ઉદર રોગોમાં ચાર ચમચી આદુનો રસ પાણીમાં નાખી સવાર-સાાંજ પીવો. ચાર ચમચી આદુનો રસ, બે ચમચી મધ મેળવી સવાર-સાાંજ પીવાથી વૃષણનો વાયુ દમ, ખાાંસી, અરુચી અને શરદી મટે છે.

આદુની ચાટણ બનવવાની રીત

આદુનો અવલેહ (ચાટણ) ૫૦૦ ગ્રામ આદુ છીણી પેસ્ટ બનાવી ૫૦૦ ગ્રામ ઘી માં ધીમા તાપે હલાવતા હલાવતા શેકવુ. શેકતા લાલ રંગનું થાય ત્યારે તેમા ૫૦૦ ગ્રામ ગોળની ચાસણી મીશ્ર કરી ખુબ હલાવી બાટલીમા ભરી લેવુ. આ ચાટણથી ભુખ લાગે છે, ભોજન પર રુચી પેદા થાય છે, વજન વધે છે તથા કફ દુર થાય છે. ગર્ભાશયના દોષ અને અનીયમીત માસીકમા પણ ખુબ હીતકર છે. પ્રસુતાએ આ ચાટણ એક-દોઢ માસ સુધી લેવુ જોઈએ, જેથી ગર્ભાશયમાં બગાડ રહી જતો નથી.


આદુ માંથી સૂંઠ બનાવવાની રીત

આદુ માંથી સૂંઠ બનાવવાની રીત

આપણે આજે જોઈશું કે આદુમાંથી ઘેરે જ સૂંઠ પાવડર બનાવવાની સરળ રીત , તે મસાલો ખૂબ સ્ટ્રોંગ અને તીખો બને છે. ઘરનો બનાવેલો સૂંઠ પાવડર બહાર કરતા સસ્તો અને ચોખ્ખો તૈયાર થાય છે તો તમે પણ હવે ઘરે જ સૂંઠ પાવડર બનાવજો નીચે આપેલ રીતનું અનુસરણ કરી.


સામગ્રી :

આદું જરૂર મુજબ 1 કિલો કે તેનાથી વધુ.

રીત :
  1. સૂંઠ પાવડર બનાવવા સરસ મોટું આદું પસંદ કરવું.
  2. આદુ સારી ધોઈને સાફ કરી લો કોરું થાય ત્યાં સુંધી.
  3. ધોયેલા આદુને ચિપ હોય તેવી રીતે સમારી લો.
  4. બધું આદું સારા સફેદ કપડા પર પાથરી દો અને ૨-૩ દિવસ સૂકવી દો.
  5. આદું ને હાથ થી તૂટી જાય એવું સુક્વવાનું છે.
  6. હવે જયારે જરૂર હોય ત્યારે મિક્ષરમાં દળી લો અને ચાળી લેવું.
  7. હવે આપણો ઘરનો બનાવેલો સૂંઠ પાવડર તૈયાર છે.
logoblog

Thanks for reading Ginger benefits in Gujarati

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો