Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Gujarati Suvichar for success

 ગુજરાતી સુવિચાર

Gujarati Suvichar

suvichar gujarati । suvichar gujarati new 2021 । suvichar gujarati short । gujarati suvichar bhagwan ।  gujarati suvichar best thoughts । gujarati suvichar for success

Gujarati Suvichar for mornig and motivation


  • તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે  જ્યાં સુધી તમે સફળ નહીં બનો.
  • વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી એનું વર્તન પણ  ઘણું બધું કહી દે છે.
  • અનુભવ એ સૌથી શ્રેષ્ઠ પાઠશાળા છે.
  • મહેનતરૂપી સોનેરી ચાવીથી ભાગ્યનાં દ્વાર ઉઘાડી શકાય છે.
  • હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હો ! 
  • તક ભાગ્યે જ મળે છે જેને ડાહયો માણસ જતી કરતો નથી. 
  • દિવસે એવા કામ કરો કે રાત્રે આરામથી ઊંઘ આવે.
  • લાંબા પ્રવાસનો પ્રારંભ નાના પગલાથી જ થાય છે.
  • જે સંજોગોને અનુકૂળ થઈને જીવે છે તે સૌથી સુખી છે.
  • જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય, ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય.
  • કોઈની મહેરબાની માંગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી. 
  • નિષ્ફળતા મળે તો હિંમત રાખવી ને સફળતા મળે તો વિનમ્રતા.
  • જીતવાનું કયારેક ૫ણ શીખવાનું દરેક વખતે હોય છે. 
  • પુસ્તકો જીવતા દેવતા છે તેની આરાધનાથી તુરંત સફળતા મળે છે. 
  • પ્રસન્ન ચિત્ત ઉત્તમ સ્વાસ્થની નિશાની છે. શ્રદ્ધાથી માણસો પહાડો ઓળંગી જાય છે.
  • પદ મેળવવા માટે નહિ, પરંતુ શ્રેષ્ઠતા માટે મથો. 
  • ફરિયાદ કરે એવું નહિ, પરંતુ " ફરી યાદ " કરે તેવું જીવન જીવો. 
  • મનુષ્ય જન્મથી નહિ પરંતુ કર્મથી મહાન બને છે. 
  • બીજાને સુખી કરવાની ભાવના રાખનાર કયારેય દુઃખી થતો નથી. 
  • ધ્યેય વિનાનું જીવન સુકાન વગરની નાવ જેવ છે.
  • નિંદા કરવી અને સાંભળવી એ બંને મહાન પાપ છે.
  • કોઈને હરાવવા કરતા તેને જીતાડવામાં જ આપણી સાચી સફળતા છે. 
  • આળસ માનવીનો મહાન શત્રુ છે, પડી જવાથી નહિ પરંતુ પડયા રહેવાથી પતન થાય છે.
  • કુદરત બધાને હિરા જ બનાવે છે, બસ જે ઘસાય છે તે જ ચમકે છે. 
  • માનવીને ગ્રહો નહિ, પરંતુ તેના પૂર્વગ્રહો નડતા હોય છે. 
  • જો હળવાશથી રહેશો તો કોઈની સાથે કડવાશ નહિ થાય.
  • લોખંડનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે.
  • આળસથી કટાઈ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે. 
  • સારા વિચાર માનવીને સજજન બનાવે છે. 
  • સફળતાનાં પાયામાં હંમેશા સંઘર્ષ જ હોય છે. 
  • સફળતા એને જ મળે છે જે પરસેવો પાડે છે. 
  • સિદ્ધિની સીડી ચડવા માટે "સાહસ" એ પ્રથમ પગથિયું છે. 
  • ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. 
  • સમય કરતાં પણ સત્ય વધુ કિંમતી છે. 
  • દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
  • જેને હારવાનો ડર છે તેની હાર નક્કી છે.
  • સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરીએ.
  • લાગણી માપવાથી નહિ,આપવાથી વધે છે.
  • પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે. 
  • ક્રોધ એ નિર્બળતાની નિશાની છે. 
  • ચંદ્ર અને ચંદન કરતા સજનનો સંગ વિશેષ શિતળ હોય છે. 
  • સમયસર નહિ પરંતુ સમય પહેલા કાર્ય પૂર્ણ કરો. 
  • શત્રુ અને રોગની ઉપેક્ષા ન કરો. 
  • મુર્ખ મિત્ર કરતા બુદ્ધિમાન શત્રુ સારો. 
  • મેઘ સમાન જળ નહિ અને આપ સમાન બળ નહિ. 
  • બધા યોગી ન થઈ શકો તો વાંધો નહિ, પરંતુ ઉપયોગી જરૂર બનીએ. 
  • તમારા શત્રુ કે હરિફનું સાંભળો, કારણ કે આપણા દોષોનો ખ્યાલ તેમને જ વધુ હોય છે. 
  • રૂપ કે કુળથી નહિ પરંતુ આપણા કર્મથી જ મહાન બની શકાય છે. 
  • હું પ્રથમ રહું તે સ્પર્ધા અને મારા હરિફ પાછળ રહે તે ઈર્ષ્યા. 
  • કેળવણી એટલે માણસનો સમાજોપયોગી વિકાસ.
  • સારા વિચાર રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે.
ઉપર આપેલ તમામ પ્રકારના ગુજરાતી સુવિચારો નો સમાવેશ આપલે છે જેમ કે પરિવાર સુવિચાર, સારા સુવિચાર , નાના સુવિચાર ગુજરાતી, શુભ સવાર સુવિચાર , ગુડ મોર્નિંગ સુવિચાર , લાગણી સુવિચાર , ગુજરાતી સુપ્રભાત સુવિચાર , આજના સુવિચાર , સુવાક્યો સુવિચાર , મોરારીબાપુ ના સુવિચાર, સુપ્રભાત સુવિચાર , સંબંધ ના સુવિચાર , નાના સુવિચાર , good morning સુવિચાર ,દોસ્તી ,પિતા ,માં વિશે ,કટાક્ષ , ઈર્ષા, ચાણક્ય સુવિચાર, માતૃભાષા સુવિચાર , શિક્ષક વિશે સુવિચાર , અભિમાન , સંસ્કાર , મોટીવેશનલ અને મિત્ર વિશેના સુવિચારો.
ગુજરાતી સુવિચાર Gujarati Suvichar


Post a Comment

Previous Post Next Post