Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


8 સપ્ટે, 2021

Khatala ma suvana faydao Gujarati ma

  Gujarati Mitra       8 સપ્ટે, 2021

ખાટલો

ખાટલો એક આરામદાયક અને તંદુરસ્ત માટેનો બેડ


ખાટલો નામથી તો વર્તમાનમાં દરેક પરિચિત હશે ભવિષ્યની ખબર નહિ ! સુવા માટે સર્વોત્તમ શોધ જો  કોઈ હોય જે આપણા પૂર્વજોની શોધ હતી એટલે ખાટલો. જેને ઘણા લોકો ચારપાઈ તરીકે પણ ઓળખે છે.

ઘણા લોકો વિચારતા હશે કે આપણા પૂર્વજો આધુનિક બેડથી પરિચિત નહિ હોય કે બનાવતા આવડતો નહિ હોય. જો તમે પણ આવું વિચારો છો તો તે વાત તદ્દન ખોટી છે ખરેખર તો લાકડાના પાટિયાનો બેડ બનાવવા કરતા એક ખાટલો બનાવવો ખૂબ અઘરો છે જે આપણે તેના વિશે આગળના ટોપિકમાં જોઈશું.

આપણે મામુલી સમજતા આ ખટલાની કિંમત ઓસ્ટ્રેલીયામાં કંઈક તમારા વિચાર બહારની છે. સાંભળતા જ હોંશ ઉડી જાશે. ખાટલો કે જેને આપણા દેશની સંસ્કૃતિ હોવા છતાં પણ તેને સાચવી નથી શકતા તેની કિંમત ઓસ્ટ્રેલીયામાં તેની કિંમત 50,000 ની આસપાસની છે. (ભારતીય રૂપિયા પ્રમાણે).


  • ખાટલો બનાવવવો અને તેને ભરવો એક પ્રકારનું વિજ્ઞાન છે એમાં મગજ વાપરવું પડે. ખાટલો ભરવો એ એક કલા છે જે ખુબ જ માનસિક અને શારીરિક કસરત કરાવે છે. એટલે જ કહી શકાય કે બેડને ચાર-પાંચ ખીલી મારવી સેહલું કામ છે પણ ખાટલો બનાવવો અને ભરવો ખૂબ કઠિન કામ છે.
  • વૈજ્ઞાનીક  કારણ મુજબ જ્યારે આપણે સુઈ જઈએ તે સમયે માથા અને પગ કરતા પેટનાં ભાગમાં વધારે બ્લડ સર્ક્યુલેશનની જરૂર હોય છે કેમ કે રાતના સમયે પણ પેટમાં ખોરાકનું ડાઈજેશન ચાલુ જ હોય છે. પેટમાં પાચન ક્રિયા આપણે સુતા હોય ત્યારે પણ ચાલુ હોય છે. એટલે કે સૂતી વખતે આપણને સ્વાસ્થ્ય લાભ પહોંચાડે તે પણ એકમાત્ર ખાટલો જ છે.
  • વિશ્વમાં કોઈપણ આધુનિક મન-ગમતી આરામદાયક ખુરશીઓ જોઈ લો તેમાં પણ ખાટલાની જેમ જ માથું અને પગ બન્નેને ઉપર અને પેટને નીચે રહે તેમ જોવા મળશે.
  • ખાટલા પર સુવાવાળા વ્યક્તિઓને કમરનો દુઃખાવો કે સાંધાનો દુઃખાવો પણ નથી થતો.
  • ખાટલાના પાયા તે મુજબ બનાવવામાં આવે છે કે તેની ઉપર કીડીઓ કે સાંપ, વીંછી કે અન્ય ઝેરીલા પ્રાણીઓ ચડી ન શકે.
  • વર્તમાનમાં દરેક ઘરમાં ડબલ-બેડ ઘુસી ગયા છે ને તે પણ ઘણી બીમારીઓને આમંત્રિત કરી રહ્યા છે. એટલે કે તમે તો અનુભવ્યું જ હશે કે ડબલ બેડની નીચે દિવસે પણ અંધારું રહે છે. અને ત્યાં સાફ સફાઈ પણ સારી રીતે નથી થઇ શકતી. તે પ્રકાશરહિત અને અસ્વસ્થ જગ્યામાં જીવાણુ, કીટાણુ અને જીવજંતુ તમને ઘણી બીમારીઓ દાનમાં આપી શકે છે.
  • જયારે પણ આપણે સવારે ઉઠ્યા પછી આપણો ખાટલો ઉભો કરી દેતા હોઈએ છીએ. અને પથારી પણ વાળીને મૂકી દઈએ છીએ. અને ખાટલાની જગ્યાએ સૂર્ય પ્રકાશ કે કુદરતી પ્રકાશ મેળવે ત્યારે વિશ્વનો સર્વોત્તમ અને સૌથી સસ્તો વિષાણું નાશક છે ઉપાય હોય તો સૂર્યપ્રકાશના લીધે જે જીવજંતુઓ નષ્ટ થતા હોય છે.
  • ખાટલો એક હળવો અને ઝડપથી સ્થાનાંતરિત કરી શકાય છે માટે બાળકો કે ગઢીયા માણસો જ્યાં પણ આરામ કરવો હોય ત્યાં લઈને ચાલ્યા.
  • ખાટલા ની દોરી ઢીલી થઇ જાય છે તો તેને ખેચતી વખતે કસરત થાય છે તે ઘણા બધા યોગાસન કરવાથી થાય એટલી આ દોરી ભરવાથી થઇ જાય છે.ખાટલાની બહિ ઉપર પગ રાખીને જોર લગાડવું પડે છે જેનાથી આપણું પેટ અને હાથ પગની માસપેશીયોની પુરેપૂરી કસરત થઇ જાય છે.
  • ડોકટરો પણ ગર્ભવતી તથા બાળકના જન્મ બાદ મહિલાને ખાટલામાં સુવાની સલાહ આપતા હોય છે.



    જરા વિચારો માત્ર સુવાથી આપણા શરીરને આટલા બધા ફાયદોઓ થતા હોય તો શા માટે તેને ઘરથી દુર કરવો જોઈએ. સાથે જ તેનાથી જીમ,યોગાસનો, ડાયેટ વગેરેમાં પણ ઘણો ઘટાડો આવશે. ઘર બેઠા જ આરામથી વ્યાયામ થઈ શકે છે માત્ર આ ખાટલાને લીધે. માત્ર એક ખાટલાથી ઘરમાં બીમારી દુર રહેશે જેથી બીમારીને લગતા અન્ય ખર્ચા પણ બચી જાશે અને સ્વાથ્ય જળવાઈ રહેશે. લાખો રૂપિયા દવાખાનાંમાં આપવા તેના કરતા સાવ ઓછી પ્રાઈઝમાં આ ખાટલો ખરીદવો વધુ હિતાવહ છે.
    Khatala ma suvana faydao Gujarati ma


    logoblog

    Thanks for reading Khatala ma suvana faydao Gujarati ma

    Previous
    « Prev Post

    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો