Narsinh mehta bhajan in Gujarati pdf
નરસિંહ મહેતા ના ભજન
ગુજરાતી ભાષાનો વિકાસનો શ્રેય આદ્ય કવિ નરસિંહ મહેતાને ફાળે જાય છે. કારણ કે તેમને આજથી 500 વર્ષ પેહલા ગુજરાતી ભાષાને વિકસાવી હતી અને ધીમે ધીમે ગુજરાતી ભાષા ગુર્જર પ્રાંતમાં બોલતી થઇ જે આપણે આજે બોલીએ છીએ.
નરસિંહ મહેતા એક કૃષ્ણ ભક્ત કવિ હતા કે જેઓ ગુજરાતી સાહિત્યમાં પોતાનું પ્રથમ અને મહત્વનું યોગદાન છે. નરસિંહ મહેતા ના ખૂબ પ્રખ્યાત ભજનો , પદો , પ્રભાતિયાં , ભક્તિ કાવ્યો અહીં આપેલ છે.
- વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
- નાગર નંદજીના લાલ
- જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
- વા વાયા ને વાદળ ઊમટ્યાં
1. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે.....વૈષ્ણવ જન
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે.....વૈષ્ણવ જન
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે.....વૈષ્ણવ જન
વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે.....વૈષ્ણવ જન
2. નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથણી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી... નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા... નાગર નંદજીના લાલ !
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય... નાગર નંદજીના લાલ !
વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર... નાગર નંદજીના લાલ !
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર... નાગર નંદજીના લાલ !
નાગાર નંદજીના લાલ lyrics pdf : Download
3. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે વળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ સહાશે ? … જાગને
જમુનાજીના તીરે ગૌધણ ચારતા
મધુરીશી મોરલી કોણ વા'શે ?
ભણે મહેતો નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝવે
બૂડતાં બાંવડી કોણ સહાશે ? … જાગને
3. જાગને ને જાદવ lyrics pdf : Download
4. વા વાયા ને વાદળ ઊમટ્યાં
વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.
તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ ... મળવા.
તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર ... મળવા.
તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ ... મળવા.
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર ... મળવા.
મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ ... મળવા.
4. વા વાયા ને વાદળ lyrics pdf : Download