Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


1 સપ્ટે, 2021

varsad na 12 prakar ni mahiti

  Gujarati Mitra       1 સપ્ટે, 2021

વરસાદના 12 પ્રકારો અને તેની માહિતી

varsad na 12 prakar ni mahiti

વરસાદને બારે મેંઘ ખાંગા .. તેમ શા માટે કહેવામાં આવે  છે  ?

ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે. તેના ઉપરથી કહેવત પણ બનેલ છે : બારે મેઘ ખાંગા.....

વરસાદના ૧૨ પ્રકાર.

૧. ફરફર વરસાદ : જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
૨. છાંટા વરસાદ : ફરફરથી વધુ વરસાદ.
૩. ફોરા વરસાદ : છાંટાથી વધુ- મોટા ટીપાં.
૪. કરા વરસાદ : ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
૫.પછેડીવા વરસાદ : પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
૬. નેવાધાર વરસાદ : છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
૭. મોલ મેહ વરસાદ : મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
૮. અનરાધાર વરસાદ : એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
૯. મૂશળધાર વરસાદ : અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાભાંગ વરસાદ : વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
૧૧. પાણ મેહ વરસાદ : ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
૧૨. હેલી વરસાદ : ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

(સૌજન્ય : વિકીપીડિયા, ભગવદગોમંડલ )


વરસાદના 12 પ્રકારો અને તેની માહિતી,  બારે મેઘ ખાંગા, varsad na 12 prakar ni mahiti


logoblog

Thanks for reading varsad na 12 prakar ni mahiti

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો