અગ્નિપથ યોજના / અગ્નિપથ ભરતી
Agneepath Yojana army navy air force 2022
અગ્નિપથ યોજના શું છે ?
What is Agneepath Yojana in Gujarati ?- ભારતીય સેનાની ત્રણેય પાંખ ભૂમિદળ ( આર્મી ) , નૌકાદળ ( નેવી ) અને હવાઈદળ ( એરફોર્સ ) માં ભરતી થશે .
- ભારતીય સેનામાં ૪ વર્ષ આકર્ષક વળતર સાથે સેવાની તક
- યોજનામાં જોડાનારને અગ્નિવીર નો ખાસ હોદ્દો મળશે.
- દર વર્ષે અંદાજે ૪૦,૦૦૦ અગ્નિવીરની ભરતી થશે.
- યુવાનોને લશ્કરી તાલીમનો લાભ મળશે. જેના વડે જીવન ઘડતર થશે .
- 25% અગ્નિવીરોને લાયકાતના ધોરણે ૪ વર્ષ બાદ પણ સેવા - નોકરીની તક.
અગ્નિપથ યોજના હેઠળ પગાર કેટલો હોય છે ?
- ૪ વર્ષ એટલે કે ૪૮ માસની સેવા પેટે કુલ વળતર ૧૧.૭૧ + ૧૧.૭૧ = ૨૩.૪૨ લાખ મળશે . જેની ગણતરી કરીએ તો ૨૩,૪૨,૦૦૦ / ૪૮ કરતા સરેરાશ માસિક વેતન ૪૮,૭૯૦ / - મળશે.
- ભારતીય સેનામાં ૪ વર્ષની સેવા બાદ લાયકાત મુજબ કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / રેલ્વે / બેંક વિગેરેમાં નોકરી માટે અગ્રતા મળી શકે.
- સેનામાં ૪ વર્ષની સેવા બાદ સ્વરોજગાર ધંધા - ઉદ્યોગ માટે બેંક લોન મેળવવામાં સરળતા રહે .
- સેવાકાળના ૪ વર્ષ દરમ્યાન કેન્ટીન તથા મેડીકલની સુવિધા મળશે.
ખાસ અગત્યની બાબત એ છે કે યુવાનોને રાષ્ટ્ર સેવા સાથે , આકર્ષક આર્થિક વળતર કે જીવન ઘડતરનો અને પોતાના વ્યક્તિત્વ ઘડતરનો અનેરો લાભ પ્રાપ્ત થશે .
અગ્નિપથ યોજના માટે વય મર્યાદા કેટલી છે ?
Age limit for Agneepath yojana in Gujarati.
અગ્નિપથ યોજના માટે શૈક્ષણિક લાયકાત કેટલી છે ?
જનરલ ડ્યુટી , ટેકનિકલ અને ક્લાર્ક માટે ધોરણ -૧૦ પાસ ટ્રેડસમેન માટે ધોરણ - ૮ પાસ (વધુ માહિતી માટે ઓફીસીઅલ જાહેરાત જુઓ)અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર યુવાનોને શું લાભ થથે ?
- યુવાનોનું જીવન ઘડતર થશે.
- અગ્નિપથ યોજના દેશને આધુનિક ટેક્નોલોજીથી સશક્ત યુવા સેના આપશે
- યુવાનોમાં શિસ્ત અને સમજણ વધશે.
- જીવનમાં સમયપાલનનો ગુણ વિકસશે.
- યુવાધન દેશ સેવા પૂર્ણ કર્યાબાદ પોતાનાં પરિવાર માટે યુવાનીનો વધુ સમય આપી શકશે.
- યુવાધન શારીરિક રીતે ખડતલ અને મજબુત બનશે.
- યુવાનોમાં આળસ દુર થશે અને પરિશ્રમ કરવાની ટેવ પડશે.
- યુવાનોના વ્યક્તિત્વનો વિકાસ થશે.
- સમુહમાં રહેવાની , સમુહમાં કામ કરવાની સંઘભાવના કેળવાશે.
- દેશ ભાવના - રાષ્ટ્ર પ્રેમ વિકસિત થશે તથા બહોળા પ્રમાણમાં યુવાનોને દેશ સેવાની તક મળશે.
- રાષ્ટ્ર - સમાજ પ્રત્યેની ફરજ ઉજાગર થશે.
- ચારિત્રવાન યુવાનો તૈયાર થશે.
- લશ્કરી તાલીમ જીવન પર્યંત ઉપયોગી બનશે.
- રાષ્ટ્ર માટે સારા નાગરિકનું ઘડતર થશે.
Agneepath Yojana army navy air force
Tags:
YOJANA