Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


23 જૂન, 2022

PM kisan samman nidhi yojana Gujarat

  Gujarati Mitra       23 જૂન, 2022

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ

PM kisan samman nidhi yojana Gujarat 2022



યોજનાનું નામ

PM-KISAN યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ.


યોજના માટેનો મુખ્ય હેતુ

ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાયનું ધોરણ

ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે. જેમાં પહેલા હપ્તા તરીકે તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો રહેશે. ત્યાર બાદ દર ચાર માસના અંતરે બીજા હપ્તાઓ ચુકવવામાં આવશે.

સહાય મેળવવા અંગેની પાત્રતા

પતિ, પત્નિ અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ પૈકી કોઇ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય (સંસ્થાકીય જમીનધારકો સિવાયના) અને તે પૈકીના કોઇ પણ સભ્ય સહાય મળવાપાત્ર નથી તે કેટેગરીમાં સમાવિષ્ટ ન હોય તેવા તમામ ખેડુત કુટુંબ સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.


સહાય અરજી માટે જરૂરી વિગતો

ખેડુતનું નામ, ગામ, તાલુકો, આધાર નંબર, કેટેગરી, IFSC કોડ અને બેંક ખાતાની વિગતો.
ખેડૂત કુટુંબે લાભ મેળવવા શું કરવું ?આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઇડર મારફત(https://www.digitalgujarat.gov.in/) પોર્ટલ પર ઓનલાઇન અરજી કરાવવી.

સર્વિસ પ્રોવાઇડર જેવા કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનીયોર (વી.સી.ઇ.), દુધ મંડળી, સહકારી મંડળી, અન્ય કોઇ સરકારી અથવા સહકારી સંસ્થા/વ્યક્તિ મારફત અરજી કરાવવી.
અરજીકર્તાએ એ વિગતો સહિતનું ફોર્મ અને સંલગ્ન એકરારનામાની પ્રિન્ટ લઈ સહી કરી બેન્ક એકાઉન્ટ વિગત માટે ચેક/પાસબુકની નકલ અને આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ ડેટા એન્ટ્રી કેન્દ્ર ખાતે જમા કરાવવાની રહેશે. તલાટીએ તમામ વિગતો / દસ્તાવેજો એકત્રિત કરી લેવાના રહેશે. યોજના અમલીકરણના પ્રથમ વર્ષના પ્રથમ હપ્તા તરીકે આધારકાર્ડ નંબર ન હોય તો, તેવા કિસ્સામાં આધાર એનરોલમેન્ટ નંબર, ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ વગેરે ઓળખપત્ર તરીકે આપવાનું રહેશે. પરંતુ ત્યારબાદ આધારકાર્ડ તેમજ આધાર સીડેડ બેન્ક એકાઉન્ટની વિગત ફરજીયાત પણે આપવાની રહેશે.

જમીન ધારક ખેડૂત કુટુંબ પૈકી લેન્ડ રોકોર્ડ પર નામ ધરાવતા વ્યક્તિ જો ગામમાં ન હોય અથવા ગામમાં રહેતા ન હોય તો તેમના વતી ખેડૂત કુટુંબ પૈકીના અન્ય પુખ્ત વ્યક્તિ એકરારનામું રજુ કરી શકશે. જે માટે એકરાનામું કરનાર વ્યક્તિએ પોતાનું નામ અને જમીન ધારક સાથેનો સબંધ એકરારનામાના નીચે ઉલ્લેખ કરવાનો રહેશે.

અરજીઓને ગ્રામસભામાં મંજૂરી મળેથી સહાય પાત્ર ગણાશે
જમીન ધારકતા માટે ધોરણો :જમીન ધારકતાની ગણતરી માટે તા.૦૧/૦૨/૨૦૧૯ની સ્થિતીની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે.
જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઇથી માલિકી હક્ક ટ્રાન્સ્ફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઇ પણ નવા જમીન ધારકને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ.
તા. ૦૧/૧૨/૨૦૧૮ થી તા.૦૧/૦૨/૨૦૧૯ સુધીના સમયગાળામાં જમીન ધારક તરીકે નોંધાયેલ જમીન ધારકને લેન્ડ રેકોર્ડમાં જમીન ધારણ કર્યા અંગેની નોંધણી તારીખથી લાભ મળવાપાત્ર થશે,
આવા કિસ્સાઓ કે જ્યાં ખરીદી, વારસાઇ, વસિયતનામા, ભેટ સહિતના કારણોએ ખેડાણ લાયક જમીનની માલિકીના હક્ક તા.૦૧/૧૨/૨૦૧૮ થી તા.૩૧/૦૧/૨૦૧૯ના સમયગાળામાં ટ્રાન્સફર થયા હોય તેવા કિસ્સામાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ હપ્તા માટે ટ્રાન્સફર તારીખથી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા માટે ચાર મહિનાના પ્રમાણમાં લાભ મળવા પાત્ર થશે.

PM kisan samman nidhi yojana વિશે ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો.

PM-KISAN યોજના એટલેશ ?
PM-KISAN યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ.

રાજ્યમાં આ યોજનાનો અમલ ક્યારથી ગણાશે  ?
રાજ્યમા આ યોજના તા: ૦૧/૧૨/૨૦૧૮થી અમલમા ગણાશે.

યોજનાનો લાભ કોણ લઇ શકે છે  ?
રાજ્યમા ખેડાણ લાયક જમીન ધરાવતા જમીન ધારક ખેડૂત કુટુંબ આ યોજનાનો  લાભ લઇ શકે છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના pdf કે આપેલ પ્રશ્નો શિવાય અન્ય ખેડૂત મિત્રોને મુંઝવતા પ્રશ્નો ના જવાબો જાણવા માટે અહીંયા ક્લિક કરો.
આપેલ તમામ માહિતીનો ઓફીસીઅલ સોર્સ : https://agri.gujarat.gov.in 


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
પ્રધાનમંત્રી કિસાન યોજના
logoblog

Thanks for reading PM kisan samman nidhi yojana Gujarat

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો