વહાલી દીકરી યોજના । Vahali Dikri Yojana Gujarat
વહાલી દીકરી યોજના એટલે શું ?
વહાલી દીકરી યોજના તે એક બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાનના ભાગરૂપે સરકારની નવી પહેલ છે.વહાલી દીકરી યોજના શરૂઆત ક્યારથી અને ક્યાંથી થઇ ?
આ યોજનાની શરૂઆત 02/08/2019 થી રાજકોટ જિલ્લા ખાતેથી રાજ્યવ્યાપી આરંભ થયેલ છે.વહાલી દીકરી યોજના અંતર્ગત શું લાભ મળશે ?
- દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
- દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
- દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
- દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
વહાલી દીકરી યોજના યોજનાનો લાભ લેવા માટેની યોગ્યતા
- રાજ્યના પરિવારોના પહેલા બે બાળકો પૈકીની દીકરીઓને વહાલી દીકરી યોજના હેઠળ આવરી લેવાશે.
- જે પરિવારની વાર્ષિક આવક રૂપિયા બે લાખ સુધીની હશે તેવા કુટુંબોને વહાલી દીકરી યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર.
વહાલી દીકરી યોજના પાછળ આપણી સરકારનો લક્ષ.
- રાજ્યની દીકરીઓના જન્મદરમાં વધારો કરવા , દીકરીઓની આર્થિક - સામાજિક સ્થિતિ સુદઢ કરવા, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તથા શાળાઓમાં થતા ડ્રોપ - આઉટ દરને ઘટાડવા.
ચાલો મિત્રો હવે આપણે આ યોજના વિશે ઘણી બધી માહિતી મેળવ્યા બાદ આગળની મહત્વની બાબતો વિશે જોઈએ જેમ કે , વહાલી દીકરી યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું અને આ ફોર્મ ક્યાંથી મળી રહે તથા વહાલી દીકરી યોજના ફોર્મ ક્યાં જમા કરાવવું જોઈએ ?
વહાલી દીકરી યોજના લાભ કઈ રીતે અને ક્યાંથી લઇ શકાય ?
વહાલી દીકરી યોજના વર્તમાનમાં તમે તમારા ગામની અગણવાડી સાથે સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકશો. વહાલી દીકરી યોજના ફોર્મ પણ તમને ત્યાંજ મળી રહે અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી વહાલી દીકરી યોજના ફોર્મ ત્યાંજ જમા કરાવવાનું રહશે અથવા આ યોજનાનો લાભ મેળવવા સંબંધિત જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકાશે.
વહાલી દીકરી યોજના ફોર્મ અને પરિપત્ર.
વહાલી દીકરી યોજના પરિપત્ર । Vahali Dikari Yojana official Paripatra. : Click Here
વહાલી દીકરી યોજના ઓનલાઇન ફોર્મ 2022 | Vahali Dikari Yojana pdf form 2022 : Download
vahali dikri yojana online form apply kari shako nahi mate tame tamara najik ni Aganvadi Karykarta no sampark karo.
Tags:
YOJANA