Chapakaru Lyrics in Gujarati pdf file
Chapakaru Lyrics in Gujarati by Rajbha Gadhvi | sapakaru lyrics
Chhapakru(છપાકરું) / Sapakaru(સપાકરું)
ચપાકરૂ એ કોઈ શુરવીર કે પ્રકૃતિ , વરસાદ કે માતાજી - ભગવાન પર બનેલ હોય છે. જે મોટા ભાગે ચારણ દ્વારા લોકપ્રિય અને સુવ્યવસ્થિત ગવાતું મોટાભાગના લોકોએ શ્રાવણ કર્યું હશે. તો આ ચપાકરૂઓમાં એક પ્રખ્યાત થયેલ તથા રાજભા ગઢવી નાં મુખે સંભાળેલ ચપાકરૂ ગુજરાતી lyrics જોઈએ.
ચપાકરૂ - Chapakaru lyrics Gujarati
સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા,
બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક,
જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે,
તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક.
ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં,
પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર,
ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે,
પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર.
કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી,
ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર,
રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા,
ડણંકી મામલે શુરા કરે મારામાર.
હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા,
વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક,
ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં,
મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક.
બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ,
તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ,
લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી,
મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ.
હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી,
ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન,
બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી,
સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન.
લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા,
કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ,
હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા,
બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ.
લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા,
ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ,
રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા,
જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ.
ધડકયા પાતાળ શેષ થડકી લાગીયા ધકા
મરડયા કોરંભ પીઠ ઉથડીકયા જોર
થડકીયા જે ટાણે છેડા દિગપાળ થયા ફાળે
ચડી ચકડાળે ઢાળ મેદની ચહુકાર.
ધંધ લાગ્યા લંકાવાળા રામચંદ્ર જેમ ધાયા
કૌરવા પાંડવા જુદ્ધ મચાયા કિસાણ
પૃથ્વીરાજે બળી ભોગ દીધા હતા ફેર પાછાં
ગર્યુવાળા ભુખ્યા હતા જાગીયા ગ્રીધાણ.
ઝરૂખે અટારી નારી ગોખલામાં લાગી જોવા
કંથા રહ્યા જીવતા કે હારી આવ્યા હામ
કુટે ભાખી ચૂડલાળી બોલે રોગી બાંગ કાળી
વિધવારી રૂવે હારી, એક ધારી વામ.
લાંધણી ઘણા દિ'હતી લાગી ખાગ ભ્રખ લેવા
કુંવારી ઉતરી પરી, વરેવાને કંથ
રૂઢમાળા વાળા માથા શંકરે પરોવ્યા રોગા
ગણીયાણ કહેવા લાગ્યા જુદ્ધવાળા ગંથ.
ધખ્યા કાઠીયારા જામ, ગામે ગામ દીધી ઢાળી
હાજા ખાળી બેઠા ભાળી, ફોજરા હે ઠાઠ
લખુદળા ભડાવાળા કરે નકો કોઈ લાળી,
પરજાળી દિયાટાળી, ગામડારા પાટ.
ગંગાજારા પડેધારા રગતાળા મચે ગારા
અષાઢારા મેઘવારા તેગ ધારા એમ
ધધુળ્યા ફોજરા રામ
રીંછવાળા જેમ ધર્યા
ઝબકે વીજળી ખાગ વાદળામાં જેમ.
વાળા નામ સાંભળેથી ગામડામાં ઢોલ વાગે
ફાળે લાગે નરાનારી,
પાડીયા વીફોમ
સૂવે નકો રાત બાધી બીબીજાયા કાદે સુખે
ઝાળા ફાળા તેને દખે
પોઢે નકો જોડ.
થૂલ પૃથ્વી રે માથે શૂરા આવા નકે થયા
કીયા વેર હડાહડ તેગરા કામેવ
ગંઠીચોર થયા બિયા ગતા બોળ નામ ગયા
રીયા જુગો જુગ વાળા ગોલણરા રામેવ.
Chapakaru lyrics pdf : Download
રાજભા ગઢવી ચપાકરૂ - Rajbha Gadhvi Chapakaru
Source : Bhumi studio
Tags:
SAHITYA