ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
Gujarat Gyan Guru Quiz 2022
(1) ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શરૂઆત ક્યારે થઇ ?
માન . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તા . 7 જુલાઈના રોજ સાયન્સ સીટી ખાતેથી દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નો શુભારંભ કરાવ્યો.
(2) ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે અને તેના ઉદ્દેશ્યો ?
એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય, સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું , વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી. કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાનઅને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી.
(3) ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોણ ભાગ લઇ શકે છે ?
ક્વિઝમાં ધો . 9 થી 12 શાળા કક્ષાના , કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિધ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના વિધાર્થી ના હોય તેવા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે.
(4) ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વિજેતાને શું ઇનામો આપવામાં આવશે ?
ક્વિઝમાં પ્રતિ અઠવાડીયે 252 તાલુકા - નગરપાલિકાના 170 વોર્ડનાં વિજેતા ઉમેદવારોને રૂ .1.60 કરોડના ઈનામો મળી કુલ 15 અઠવાડીયામાં આશરે રૂ . ૨૫ કરોડના ઈનામો તથા સ્ટડી ટૂર આપવામાં આવશે તથા કવીઝ કોમ્પિટિશનમાં રાજ્ય કક્ષાના વિજેતાઓને ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસી સ્થળો , યાત્રાધામો , ઉધોગ ગૃહો અને ભારતની વિકાસગાથા દર્શાવતા સ્થળોની મુલાકાત કરાવાશે.
(5) આ ક્વિઝનો ધ્યેય મંત્ર શું છે?
આ ક્વિઝનો ધ્યેય મંત્ર “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે.
(6) ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?
- www.g3q.co.in વેબસાઇટ પર જાઓ.
- ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો અને રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ
- રજીસ્ટ્રશન ફોર્મ પૂર્ણ કરી પ્રિન્ટ લઇ લ્યો.