Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


16 જુલાઈ, 2022

Gujarati old and gold famous Bhajan lyrics

  Gujarati Mitra       16 જુલાઈ, 2022

 Gujarati old and gold famous Bhajan lyrics

gujarati old bhajan lyrics | old gujarati bhajan pdf | old gujarati bhajan book

ગુજરાતી જુના જાણીતા પ્રખ્યાત લખેલા ભજનો


  1. હરીની હાટડીએ મારે કાયમ હટાણું
  2. શંભુ શરણે પડી
  3. સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી
  4. પ્રાણિયા ભજી લે ને કિરતાર
  5. રમતો જોગી રે કયાંથી આવ્યો
  6. પાઘડીવાળા ,ભલે પા'ઘડી જીવ્યા
  7. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ભજન


1. હરીની હાટડીએ મારે કાયમ હટાણું

Hari Ni Hatdiye Mare kayam - Gujarati Bhajan Lyrics


હરીની હાટડીએ મારે કાયમ હટાણું,
જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું…
હરીની હાટડીએ મારે.

પૃથ્વી પવન ને પાણી, આપે ઉલટઆણી,
કોઇ દિ ન માંગ્યું એનું નારાયણે નાણું…
હરીની હાટડીએ મારે.

ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી,
કીડીયું ને કણ્યું ઓલા હાથીડાને મણ્યું…
હરીની હાટડીએ મારે.

ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સઘળી વામી,
પીંગળને મળ્યું મોતી, બે દિ’નું ઠેકાણું…
હરીની હાટડીએ મારે.

2. શંભુ શરણે પડી

Shambhu Sharane Padi - Gujarati bhajan lyrics

શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ, દર્શન આપો … (૨)
તમો ભક્તો ના ભય હરનારા
શુભ સૌવ નુ સદા કરનારા
હું તો મંદ મતી તારી અકળ ગતિ
કષ્ટ કાપો દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ, દર્શન આપો … (૨)
અંગે ભસ્મ સ્મશાન ની ચોળી
સંગે રાખો સદા ભુત ટોળી
ભાલે ચંદ્ર ધયૉ
કંઠે વિષ ભયૉ
અમૃત આપો દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ, દર્શન આપો … (૨)
નેતી નેતી જયાં વેદ કહે છે
મારું ચીતડું ત્યાં જાવા ચહે છે
સારા જગ મા છે તું
વસુ તારા મા હું શકિત આપો દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ, દર્શન આપો … (૨)
આપો દ્રષ્ટી મા તેજ અનોખું
સારી સુષ્ટી મા શીવ રૂપ દેખુ
મારા દિલમાં વસો
આવી હૈયે હસો
શાંતિ સ્થાપો દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ, દર્શન આપો … (૨)
હું તો એકલ પંથી પ્રવાસી
છતાં આત્મા કેમ ઉદાસી
થાકયો મથી રે મથી
કારણ મળતું નથી
સમજણ આપો દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ, દર્શન આપો … (૨)
શંકરદાસ નુ ભવ દુખ કાપો
નિત્ય સેવા નુ શુભ ફળ આપો
ટાળો મંદ મતિ
ગાળો ગવઁ ગતિ
ભક્તિ આપો દયા કરી શીવ દર્શન આપો
શંભુ શરણે પડી,
માંગુ ઘડી એ ઘડી
કષ્ટ કાપો …
દયા કરી, શિવ, દર્શન આપો … (૨)


3. સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી

sadguru na charan ma - Gujarati Bhajan Lyrics

સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી
કદીયે ના ભાળી મે તો રૈન અંધારી ....... સદગુરૂ ના ચરણ મા.

ફટક ફટક મે ફોડયા ફટાકા,
ભજન ભડાકે પાયા આંનદ અપારા........સદગુરૂ ના ચરણ મા.

તન કર ગોળાને મન કર વિષ દારુ
ધૂન કી જામગરી ઓહંગ અગન પ્રજાળુ.......સદગુરૂ ના ચરણ મા.

ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડ્યા
નિજાનંદ પાયા એ છે આનંદ અપારા......સદગુરૂ ના ચરણ મા.

રંગ ભર નૈનુ મા દિપક જલાયા
કહે બાપા “બળદેવ ” ગગન મા દિવાળી......સદગુરૂ ના ચરણ મા.


4. પ્રાણિયા ભજી લે ને કિરતાર

Praniya Bhaji lene kirtar - gujarati Bhajan Lyrics


પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર
તે તો તજીને તું જઇશ એકલો, ખાઇશ જમનો માર રે .....પ્રાણિયા ભજી લે

ઊંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહીં પાર
કોટિધ્વજ ને લક્ષપતિ, એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે ......પ્રાણિયા ભજી લે

ઉપર ફરેરાં ફરફરે ને , હેઠે શ્રીફળ ચાર
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે .......પ્રાણિયા ભજી લે

સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર
ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે .......પ્રાણિયા ભજી લે

સ્મશાન જઇને ચેહ ખડકી, ને માથે છે કાષ્ઠનો ભાર
અગ્નિ મેલીને ઊભાં રહ્યાં, અને નિશ્ચય ઝરે અંગાર રે .......પ્રાણિયા ભજી લે

સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર
ભોજો ભગત કે’ દશ દી રોઇને, પછે મેલ્યો વિસાર રે ......પ્રાણિયા ભજી લે

5. રમતો જોગી રે કયાંથી આવ્યો

Ramto Jogi Re kyathi Avyo - Gujarati Bhajan Lyrics

રમતો જોગી રે કયાંથી આવ્યો,
આવી મારી નગરીમાં અલખ જગાયો રે,
વેરાગણ હું તો બની.
કાચી કેરી રે આંબા ડાળે,
એની રક્ષા કરે કોયલરાણી રે.
કોરી ગાગર રે ઠંડા પાણી,
એવાં પાણીડાં ભરે નંદ કેરી નારી રે.
કાન મેં કુંડળ રે જટાધારી,
એને નમણું કરે નર ને નારી રે.
બોલ્યાં બોલ્યાં રે લીરબાઈ,
મારા સાધુડાં અમરાપર મ્હાલે રે.

6. પાઘડીવાળા ભલે પા'ઘડી જીવ્યા

 Paghadi Vala Bhale Paghadi Jivya- Gujarati Bhajan Lyrics

પાઘડીવાળા...ભલે પા'ઘડી જીવ્યા,
એના આ'ઘડી અમર નામ મરજીવા...પાઘડીવાળા

પાઘ ભગવીને...આખા દેશનો દિવો,
એનું નામ વિવેકાનંદ મરજીવા... પાઘડીવાળા

પાઘ મરાઠીને...એનુ નામ શિવાજી,
હિંદનો રાખણહાર મરજીવા...પાઘડીવાળા

પાઘ પંજાબીને..એનુ નામ ભગતસિંહ,
ગોરિયાઓ ગભરાય મરજીવા...પાઘડીવાળા

પાઘ ગુજરાતીને...એણે બ્રહ્મને હર્યા,
એનુ નામ જોગી જલીયાણ મરજીવા... પાઘડીવાળા


પાઘ મેવાળીને...રાજ રાણાનુ,
ચારણે રાખેલ લાજ મરજીવા...પાઘડીવાળા
logoblog

Thanks for reading Gujarati old and gold famous Bhajan lyrics

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો