Love Shayari Gujarati
Gujarati Mitra website share content about Gujarati Shayari and Gazal which and find like Gujarati love shayari , sad shayari Gujarati , Romentic Shayari Gujarati , diku love shayari gujarati , Dosti love shayari.
લવ શાયરી ગુજરાતી
જત જણાવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે, એક ક્ષણ તારું સ્મરણ !
~રાજેન્દ્ર શુક્લ
બસ એજ દાખલો મને ના આવડ્યો કે...
તારી બાદબાકી પછી શું વધે મારામાં..
એક તરસ્યો શબ્દ હું બનું, એક વહેતી ગઝલ તું બને,
એક ખાલી કલમ હું બનું, એક રંગબેરંગી શાહી તું બને..
જો લખવો હોય તો પાંચમો વેદ પણ લખી શકાય,
જ્યારે વરસતા વરસાદમાં કોઈ ની યાદ આવે...
આજે ખંખેરી જોયું આ હૈયું
રજે રજ માં ફક્ત તારો પ્રેમ જ ઉડ્યો
ના બાંધ મુજને તારી મર્યાદા ની મોસમમાં,
અણધાર્યું આવી ને વરસી જા તો મજા આવે....!!
એ હુસ્ન અને ગજલ થી ભરેલી એક ડાયરી છે...
મારી નજરથી જુઓ તો બધી વાત એક શાયરી છે.
તારીફ તારી આંખોની કરું કે પછી તારા ગાલની,
મને તો સૌથી પ્યારી લાગે છે અદા તારા લહેરાતા વાળની..
Tags:
SHAYARI