mara ghat ma birajta shrinathji lyrics
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ભજન
ભગવાન શ્રીનાથજી લોકપ્રિય ધૂન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી - જે ભગવાન શ્રીનાથજી પર ગવાયેલ છે જેના શબ્દો આ મુજબ છે.
મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી lyrics
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,
મારૂ મનડું છે ગોકુલ વનરા વન,
મારા તન ના આંગણીયા માં તુલસી ના વન,
મારા પ્રાણ જીવન, મરા ઘાટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,
------
મારા આતમ ના આંગણે શ્રી મહાકૃષ્ણજી,
મારી આંખો દીશે ગિરધારી રે ધારી,
મારૂ તનમન થયું છે જેને વારિ રે વારી ,
મારા શ્યામ મુરારી, મારા ઘટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,
-------
મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,
નિત્ય કર્તા શ્રીનાથજી ને કાલા રે વાલા,
મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન,
મારૂ મોહી લિધુ મન, મારા ઘટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,
-------
હૂતો નિત્ય વિઠ્ઠલવરની સેવારે કરુ,
હૂં તો આઠે સમા કેરી જાંખી રે કરૂ,
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું,
જીવન સફલ કર્યું , મરા ઘાટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,
-------
મેં તો ભક્તિ મારગ કેરો સાંગ રે સાધ્યો,
મેં તો પુષ્ટિ મારગ કેરો સંગ રે સાધ્યો,
મને ભોળા કીર્તન કેરો રંગ રે લાગ્યો ,
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો ,
હિરલો હાથ લાગ્યો , મારા ઘટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,
--------
આવો જીવનમમા લાવો ફરિ કદી ના માલે,
વારેવારે માનવ દેહ કદી ફરી ના મળે ,
ફેરો લખરે ચોરાસિનો મારો રે ફળે ,
મને મોહન મલે, મારા ઘટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,
મારિ અંત સમય કેરી સુનો રે અરજી,
લેજો શરણો માં શ્રીજી બાબા દયા રે કરી,
મને તેડા રે યમ કેરા કદી ના આવે ,
મારો નાથ તેદાવે,
-------
મરા ઘાટ માં બિરાજતા,
શ્રીનાથજી યહમુનાજી મહાપ્રભુજી,
મારૂ મનડું છે ગોકુલ વનરા વન,
મારા તન ના આંગણીયા માં તુલસી ના વન,
મારા પ્રાણ જીવન, મારા ઘટ માં બિરાજતા,
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
------
શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો,
શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો,
શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો.
------------------------------------------
બીજા ગુજરાતી ભજન , ધૂન , ગરબા અને ગીતો જોવા માટે : click Here
Tags:
BHAJAN