અલખ ધણીની આરતી lyrics
અલખધણીની આરતી અને રામદેવપીર ની આરતી એમ અહી બે આરતી આપવામાં આવેલ છે. તો વહાલા મિત્રો અલખધણી / રામાપીર બાબાની બંને આરતી લખેલ છે તથા pdf ફાઈલ પણ આપેલ છે જે તમે ડાઉનલોડ કરી શકો છો.
અલખધણીની આરતી lyrics | alakhdhani ni aarti lyrics
અલખધણીની આરતીને રૂડા ચમર ઢોળાય,
નર નકળંગની આરતીને રૂડા ચમર ઢોળાય.
કંકુને રે કેસરના હરિને છાટણાં છંટાય.
પેલા યુગમાં પાટ માંડ્યો પ્રહલાદજીને દ્વાર,
પાંચ કરોડે સિધ્યા જોને પ્રથમ પ્રહલાદરાય
સોના કેરો પાટ ધણીને સોના કેરો થાળ
સોના કેરા સિંહાસન બેઠા નર નકળંગીરાય. અલખધણીની આરતી......
બિજા યુગમાં પાટ માંડ્યો, હરિશ્ચંદ્રને દ્વાર,
સાત કરોડે સિધ્યા રે સતવાદી હરિશ્ચંદ્રરાય
રૂપા કેરો પાટ ધણીને રૂપા કેરો થાળ
રૂપા કેરા સિંહાસન બેઠા નર નકળંગીરાય અલખધણીની આરતી......
ત્રીજા યુગમાં પાટ માંડ્યો યુધિષ્ઠિરને દ્વાર
નવ કરોડે સિધ્યા જો ને રાજા યુધિષ્ઠિરરાય
ત્રાંબા કેરો પાટ હરિને ત્રાંબા કેરો થાળ
ત્રાંબાનાં સિંહાસન બેઠા નર નકળંગીરાય અલખધણીની આરતી......
ચોથા યુગમાં પાટ માંડ્યો બલિરાજાને દ્વાર
બાર કરોડે સિધ્યા જો ને બલિરાજારાય
માટી કેરો પાટ ધણીને માટી કેરો થાળ
પાટે રે પધાર્યા બાવા નર નકળંગીરાય અલખધણીની આરતી......
અલખ ધણીની આરતી pdf
alakhdhani ni aarti lyrics in gujarati pdf : Download
રામદેવપીર આરતી | રામાપીરની આરતી
ramdevpir ni aarti lyrics gujarati | ramapir ni aarti lyrics gujarati | Ramdev ni Aarti lyrics
હો પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યાં
ઘર અજમલ અવતાર લીયો
બાબા રામદેવની આરતી (2)
હોલાંછાને સગુણા ઉતારે ધણીની આરતી
હરજી ભાટી રે રૂડાં ચમ્મર ઢોળે
પીર રામદેવની આરતી (2)
હો ગંગાને જમના વહે સરસ્વતી
રામદેવ બાબા ત્યાં સ્નાન કરે
પીર રામદેવની આરતી (2)
ઢોલ નગારા પીરનાં વીણા જંતર વાગે
ઝાલરની રણકાર પડે
બાબા રામદેવની આરતી (2)
હો માલ મલીદા પીર ને ચડે ચક-ચૂરમા
ધૂપ ગૂગળના મહેકાર કરે
પીર રામદેવની આરતી (2)
હો દૂર દૂર દેશથી આવે તારી રે જાતરા
સમાધી આગળ નમન કરે
પીર રામદેવની આરતી (2)
હરિના ચરણે ભાથિ હરજી તો બોલ્યા
નવખંડમાં તારા નેજા રે ફરકે
બાબા રામદેવની આરતી (2)
પીર રામદેવની આરતી (2)
રામદેવની આરતી | રામદેવપીર ની આરતી pdf
ramdevpir ni aarti pdf : Download
Tags:
Aarti