ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ Lyrics
chando ugyo chokma ghayal lyrics in gujarati
chando ugyo chokma ghayal | chando ugyo chokma ghayal gujarati geet | chando ugyo chokma ghayal Maniraj Barot
Video source : RDC Gujarati (YouTube channel)
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ Gujarati Lyrics | chando ugyo chokma ghayal
હે લહેરીડા, હરણ્યું આથમી રે હાલાર દેશમાં રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં....
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં ....
ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
હે લહેરીડા, વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં ....
ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં
ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં
હે લહેરીડા, પાડરું પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં ....
પાવો તું વગાડ મા ઘાયલ, પાવો તું વગાડ મા
પાવો તું વગાડ મા ઘાયલ, પાવો તું વગાડ મા
હે લહેરીડા, પાવો સાંભળીને પ્રાણ વીંધાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં ....
તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે
તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે
હે લહેરીડા, ઠીકને ઠેકાણે વેલેરો આવ રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં....
Tags:
Gujarati_Song