હું ગાંડો નથી રે હું ઘેલો નથી રે lyrics
Hu Kai Gando Nathi Re lyrics
હું કાઇ ગાંડો નથી રે ધૂન જે વર્તમાનમાં પુ. જીગ્નેશ દાદા નાં કંઠ દ્વારા આ ધૂન ખૂબ જ પ્રખ્યાત થઇ છે. તો ચાલો આ ભજન-ધૂન નાં શબ્દો જોઈએ.
આ ધૂન ભગવાન તેમના ભક્તો વિશે શું કહે છે તે સંબોધીને લખાયેલ છે તો જુઓ ભગવાન પોતાના ભક્તોને શું કહે છે ?
ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here
હું ગાંડો નથી રે હું ઘેલો નથી રે lyrics
હું ગાંડો નથી રે, હું ઘેલો નથી રે...
કોઈનો છેતર્યો છેતરાઉ એવો ભોળો નથી રે. હું ગાંડો નથી રે...
ચપટી ચોખ્ખા લઈને મંદિરીયે આવે ,
આઘા ઉભા રહી ફદીયા ફગાવે ,
એવા પીતળિયા હું કઈ લેતો નથી રે. હું ગાંડો નથી રે...
ચાર પાંચ પુષ્પો લઇ મંદિરીયે આવે,
લોટરી લાગે એની માનતાઓં મનાવે,
એવા પાંચ ફુલે પાંચ લાખ દેતો નથી રે. હું ગાંડો નથી રે.....
લોટરી લાગે એની માનતાઓં મનાવે,
એવા પાંચ ફુલે પાંચ લાખ દેતો નથી રે. હું ગાંડો નથી રે.....
સાચી ને ખોટી મારી ફિલ્મો બનાવે,
ભોળા ભક્તોને મને જોવા લલચાવે,
એવા બાર આના ભાવમાં હું સસ્તો નથી રે. હું ગાંડો નથી રે....
મારા બનાવેલા મુજને જ બનાવતા,
ગર્ભમાં દીધેલા કોલને જ ભુલાવતા,
પણ વખત આવે હું કોઈને છોડતો નથી રે. હું ગાંડો નથી રે.....
hu kai gando nathi re lyrics in Gujarati
Tags:
BHAJAN