Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


kum kum na pagla padya lyrics gujarati

કુમ કુમ ના પગલાં પડ્યા lyrics

kum kum na pagla padya lyrics gujarati

ગુજરાતી ગરબા રમે એટલે માતાજીની સ્તુતિ અવશ્ય કરે અને એ સ્તુતિમાં માતાજી પ્રત્યે પોતાનો પ્રેમ-ભાવ વ્યક્ત કરવા માટે આ ગરબો મોટાભાગના ગુજરાતીઓ એક વાર અવશ્ય યાદ કરે છે.

kum kum na pagla padya lyrics gujarati | કુમ કુમ ના પગલાં પડ્યા


  ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here  

કુમકુમના પગલાં પડ્યાં | kum kum na pagla padya Gujarati Garba lyrics


કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે 
માડી તારા આવવાના એંધાણ થયાં 

માડી તું જો પધાર, સજી સોળે શણગાર 
આવી મારે રે દ્વાર, કરજે પાવન પગથાર 

દીપે દરબાર, રેલે રંગની રસધાર 
ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર 
થાયે સાકાર, થાયે સાકાર 

ચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં 
મનડાં હારોહાર હાલ્યાં રે 
માડી તારા આવવાનાં એંધાણ થયાં. કુમ કુમ ના પગલાં.......

મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર 
મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર 

ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર 
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર 
થોડી લગાર, થોડી લગાર 

સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં 
તારલિયા ટમ ટમ્યાં રે 
માડી તારા આવવાનાં એંધાણ થયાં.  કુમ કુમ ના પગલાં.......

તારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસ 
તારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસ 

પરચો દેજે હે માત, કરજે સૌને સહાય 
માડી હું છું તારો દાસ, તારા ગુણનો હું દાસ 
ગુણનો હું દાસ, ગુણનો હું દાસ 

માડી તારા નામ ઢળ્યાં, પરચાં તારા ખલકે ચડ્યાં 
દર્શનથી પાવન થયાં રે 
માડી તારા આવવાના એંધાણ થયાં.  કુમ કુમ ના પગલાં.......

એક તારો આધાર, તારો દિવ્ય અવતાર 
સહુ માનવ તણા માડી ભવ તું સુધાર 

તારા ગુણલાં અપાર, તું છો સૌનો તારણહાર 
કરીશ સૌનું કલ્યાણ માત સૌનો બેડો પાર 
સૌનો બેડો પાર, સૌનો બેડો પાર 

માડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું 
નમી નમી પાય પડું રે 
માડી તારા આવવાના એંધાણ થયાં. કુમ કુમ ના પગલાં.......

Post a Comment

Previous Post Next Post