Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


10 ડિસે, 2022

tame bhave bhajilo bhagwan lyrics in gujarati

  Gujarati Mitra       10 ડિસે, 2022

તમે ભાવે ભજી લ્યો ભગવાન lyrics


tame bhave bhajilo bhagwan lyrics in gujarati



Tame bhave bhaji lyo bhagvan jivan thodu rahyu Gujarati Bhajan lyrics | તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું ગુજરાતી ભજન


તમે ભાવે ભજી લ્યો ભગવાન Gujarati Bhajan Lyrics

તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું,
કંઇક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું.

એને દીધેલા કોલ તમે ભૂલી ગયાં,
જૂઠી માયાના મોહમાં ઘેલા થયાં,
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન.

બાળપણ ને યુવાનીમાં અડધું ગયું,
નહીં ભક્તિના મારગમાં પગલું ભર્યું,
હવે બાકી છે એમાં ધરો ધ્યાન.

જીવન થોડું રહ્યું,તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું,

પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં,
લોભ વૈભવ ધન, તજાશે નહીં,
બનો આજથી પ્રભુમાં મસ્તાન.

જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો,
કંઇક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો,
છીએ થોડા દિવસનાં મહેમાન...

જીવન થોડું રહ્યું,તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું,

બધા આળસમાં દિવસો વીતી જશે,
પછી ઓચિંતુ યમનું તેડું થાશે,
નહીં ચાલે તમારું તોફાન...

એ જ કહેવું આ દાસનું દિલમાં ધરો,
ચિત્ત રાખી ઘનશ્યામમાં સ્નેહે સમરો,
ઝાલો ઝાલો ભક્તિનું સુકાન.

જીવન થોડું રહ્યું,તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું,

બીજા પ્રખ્યાત ભજનો : Click Here

logoblog

Thanks for reading tame bhave bhajilo bhagwan lyrics in gujarati

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો