pratham pahela samariye lyrics in Gujarati
પ્રથમ પહેલા સમરીયે lyrics
pratham samru ganpati deva lyrics gujarati
પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા lyrics
પ્રથમ પહેલા પૂજા તમારી lyrics
પ્રથમ પહેલા સમરીએ lyrics
પ્રથમ પહેલાં સમરીયે રે સ્વામી તમને સૂંઢાળા,
રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા
મહેર કરોને મહારાજ રે
માતા રે જેનાં પાર્વતી રે ,સ્વામી તમને સૂંઢાળા
પિતા શંકર દેવ દેવતા
મહેર કરોને મહારાજ રે
તેલ રે સિંદુરની સેવા ચઢે રે ,સ્વામી તમને સૂંઢાળા,
ગળામાં ફૂલડાનો હાર દેવતાં
મહેર કરોને મહારાજ રે
કાનમાં કુંડળ ઝળહળે રે, સ્વામી તમને સૂંઢાળા,
માથે મુંગટ મોતીવાળો મારા દેવતા
મહેર કરોને મહારાજ રે
પાંચ લાડુડા તારે પાયે ધરું રે ,સ્વામી તમને સૂંઢાળા,
લળી લળી લાગુ પાય દેવતા
મહેર કરોને મહારાજ રે
રાવત રણસિંહની વિનંતિ રે, સ્વામી તમને સૂંઢાળા,
ભક્તોને ચરણમાં રાખજો દેવતા
મહેર કરોને મહારાજ રે
Gujarati Bhajan pdf & Lyrics : View
Tags:
BHAJAN