Gamadu kevu hoy
ગામડુ | ગામડું કેવું હોય
- ગામડું એટલે શું ? । What is village in Indian culture ?
- ગામ / ગામડુ કઈ બબતમાં વિશેષતા ધરાવે છે.
- ગામડું કવિતા | gamdu kavita
ગામડું એટલે શું ? । What is village in Indian culture ?
ગામ એટલે માનવ વસાહતનો સમુહ જ્યાં નગર કરતાં ઓછી વસ્તી હોય અને પરીવાર તથા સમાજ માં રહી ને લોકો જીવનની મજા માણતાં હોય.... કેહવાય છે કે " ભારત નો અત્મા ગામડામાં વસે છે. ". ટુંકમાં કહિયે તો જ્યાં માન મર્યદા અને મોભા સાથે સહ પરીવાર રેહતો હોય અને વાર-તેહવાર-ઉત્સવ કે પોતાની આગવી કલા ને સંસ્કાર સાથે સમુહમાં રેહતાં લોકોની વસાહત. પણ આટલુ જાણવાથી ગામ વિશે પા ભાગ પણ માહિતી મળતી નથી. જો ગામ વિશે જાણવુ હોય તો થોડો સમય ગામડાં રેહવું પડે.
તો હવે ચાલો ગામડા વિશે જાણીયે કઇક અલગ રીતે.... જેમકે ગામડા વિશે લખાયેલ કવિતા , લેખો દુહા , શાયરી , ગામડાનાંં દર્શ્યો તસ્વીરો વગેરે જોઇ-વાંચીને ગામડાનાં જીવન.
.jpg)
ગામ / ગામડુ કઈ બબતમાં વિશેષતા ધરાવે છે.
- ગામડામાં પોતાની ખેતી અને પશુપાલન હોય અને જાતે જ શ્રમ કરતા હોય અને ઘરનું જાતે જ ઉગાડેલું ઉત્તમ ખાવાનું તેમજ તેના માટે કરવા પડતા શ્રમ થકી શારીરિક સ્વાસ્થય પણ સારું હોય.
- ગામડાનું વાતાવરણ પ્રદુષણ મુક્ત હોવાથી પણ આરોગ્ય સારું હોય.
- શુદ્ધ ઘી - દુધ તથા છાસ ખાતાં હોય છે.
- ગામડાનું જીવન પ્રમાણમાં શાંતિપૂર્ણ હોય છે અને આખા ગામના લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે.
- મોટા - મોટા ખેતરો , વાડી તથા પોતનાં આંગણા-ફળીયાં હોય છે.
.jpeg)
ગામડું કવિતા | gamdu kavita
ગામડું કેવું હોય ?
ધૂળ ઢેફા ને પાણાં હોય
ભીંતે-ભીંતે છાણાં હોય
ટાણાં એવા ગાણાં હોય
મળવા જેવા માણાં હોય
ઉકરડાં ને ઓટા હોય
બળદીયાના જોટા હોય
પડકારા હાકોટા હોય
માણસ મનનાં મોટા હોય
માથે દેશી નળીયા હોય
વિઘા એકનાં ફળીયા હોય
બધા હૈયાબળીયા હોય
કાયમ મોજે દરીયા હોય
સામૈયા ફુલેકા હોય
તાલ એવા ઠેકા હોય
મોભને ભલે ટેકા હોય
દિલના ડેકા-ડેકા હોય
ગાય,ગોબર ને ગારો હોય
આંગણ તુલસીક્યારો હોય
ધરમનાં કાટે ધારો હોય
સૌનો વહેવાર સારો હોય
ભાંભરડા ભણકારા હોય
ડણકું ને ડચકારા હોય
ડણકું ને ડચકારા હોય...ખોંખારા ખમકારા હોય...
ગામડામાં વસ્તી નાની હોય...ઘરે-ઘરે જ્ઞાની હોય...
આંગણિયે આવકારો હોય...મહેમાનોનો મારો હોય...!
ચા પાવાનો ધારો હોય...વહેવાર એનો સારો હોય...
રામ-રામનો રણકારો હોય...જમાડવાનો પડકારો હોય...
સત્સંગ મંડળી જામી હોય...બેસો તો સવાર સામી હોય...
જ્ઞાનની વાતો બહુ નામી હોય...જાણે સ્વર્ગની ખામી હોય...
વહુને સાસુ ગમતાં હોય...ભેળાં બેસી.. જમતાં હોય...
બોલવામાં સૌને સમતા હોય...ભૂલ થાય તો નમતાં હોય...
છોકરાં ખોળામાં રમતાં હોય...એવી માની મમતા હોય..,
ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય...
ચોરે બેસી રમાડતાં હોય ! સાચી દિશાએ વાળતાં હોય..
બાપાના બોલ સૌ પાળતા હોય.., ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...
આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય...નીતિ નિયમનાં શુઘ્ધ હોય..
આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,માંગે પાણી ત્યાં દૂધ હોય...
માનો તો ભગવાન બુદ્ધ હોય..!.ભજન-કીર્તન થાતાં હોય...
પરબે પાણી પાતાં હોય...,મહેનત કરીને ખાતાં હોય...
પાંચમાં પૂછાતાં હોય..! દેવ જેવા દાતા હોય...
ભકિત રંગમાં રંગાતા હોય...પ્રભુનાં ગુણ ગાતા હોય...!
ઘી-દૂધ બારે માસ હોય... મીઠી-મધુર છાસ હોય...,
વાણીમાં મીઠાશ હોય... રમઝટ બોલતા રાસ હોય...!
પુન્ય તણો પ્રકાશ હોય...ત્યાંનક્કી.કૃષ્ણનો વાસ હોય..,
કાચાં-પાકાં મકાન હોય....એમાંય એક દુકાન હોય...,
ગ્રાહકોનાં એવાં માન હોય...જાણે મળ્યા ભગવાન હોય...
સંસ્કૃતિની શાન હોય... ત્યાં સુખીએનાં સંતાન હોય...,
ઓશરીએ રૂમ ચાર હોય...ભેળું જમણવાર હોય...,
અતિથીને આવકાર હોય...ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!
કુવા કાંઠે આરો હોય...,નદીને કિનારો હોય...,
વહુ-દીકરીનો વર્તારો હોય... ધણી પ્રાણથી પ્યારો હોય !
કાનો ભલે ! કાળો હોય.. એની રાધાને મન રૂપાળો હોય..,
વાણી સાથે વર્તન હોય...મોટા સૌનાં મન હોય...,
સુંદર હરિયાળાં વન હોય... સુગંધી પવન હોય...!
ગામડું નાનું વતન હોય, ત્યાં જોગમાયાનાં જતન હોય...,
માનવી મોતીનાં રતન હોય... પાપનું ત્યાં પતન હોય...!
શીતળવાયુ વાતો હોય, ઝાડવે જઇ... અથડાતો હોય..,
મોર તે દી’ મલકાતો હોય, ત્યારે મન મુકીને "કવી" ગાતો હોય..
ખોંખારા ખમકારા હોય
ગામડાં શહેર કરતા સારા હોય...

રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું
rupalu maru gamdu gujarati kavita
ગાજે છે ગીત જ્યાં હેતનાં રે ,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
નદીયુંનાં ધીમાં મીઠાં નીર રે.
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
સુખમાં સુખિયા સૌ સાથમાં રે ,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
દુઃખમાં ભેળું છે આખું ગામ રે ….
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધરતી ખેડે છે સૌ સાથમાં રે ,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધંધા વિનાનું નથી કોઈ રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ઘેર – ઘેર ઘંટીઓ ગાજતી રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
રેંટિયાનો મીઠો રણકાર રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ખટક ખટુકે સાળ સામટી રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ઊંચાનીચાના નથી ભેદ રે …
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
કામધેનુ સમાણી ગાવડી રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધીંગી ધૂરાના ધરનાર રે …
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
અંતરપ્રકાશ સૌની આંખમાં રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ધરતી પૂજે છે જેને પાય રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
સામું જુએ ત્યાં હેત નીતરે રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
આંખડીએ અમી છલકાય રે ..
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
સંત વિનોબાની વાણી એ રે ,
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ગાંધીબાપુનો જયજયકાર રે ….
રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
ગામડું શાયરી ગુજરાતી | ગામડું કેવું હોય | ગામડુ | ગામડું શાયરી | ગામડું એટલે શું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો