પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નો મુખ્ય હેતુ ?
પોતાના વરસાગત પેઢી દર પેઢી કામ કરતાં કારીગરો જેવા કે કડિયા કામ, સુથાર કામ , લુહાર કામ,સોની, વાળંદ કામ, કુંભાર કામ વગેરે કાર્યો સાથે જોડાયેલ કારીગરો માટે સરકાર શ્રી દ્વારા મહત્વપુર્ણ યોજના બહાર પાડવામાં આવી છે, સરકારે આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા યોજના રાખ્યું છે, જે અંતર્ગત વિશ્વકર્મા સમુદાય હેઠળ આવતી લગભગ 125+ જાતિઓને સમાવેશ કરવામાં આવ્યો છે.
પારંપરીક શિલ્પકારો અને કારીગરોને સહાયતા માટેની કેન્દ્રીય યોજના એટલે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તો ચાલો અપણે આ યોજના વિશે સમ્પુર્ણ માહીતિ મેળવીયે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના મુખ્ય હેતુઓ
- ૧૩ હજાર કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ
- ૧૮ પારંપરીક વ્યવસાયો સામેલ
- શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા માન્યતા મળશે.
- પ્રથમ તબક્કામાં ૧ લાખ રૂપિયા સુધીની અને બીજા તબક્કમાં ર લાખ રૂપિયા સુધીની મદદ માત્ર પ% ટકાના દર પર
- યોજના અંતગત કૌશલ વિકાસ પ્રશિક્ષણ, ટુલકીટ લાભ, ડિજીટલ લેવડ દેવડ પર ઈન્સેટીવ અને માર્કેટીંગ સપોર્ટ મળી રહેશે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનાં લાભાર્થી
- સુથારી કામ
- નાવ (હોડી) બનાવવાનું કામ કરનાર
- અસ્ત્ર બનાવનાર
- લુહાર
- તાળુ બનાવનાર
- હથોડા અને ટુલકીટ બનાવનાર
- સોનાર (સોની)
- કુંભાર
- મૂર્તિકાર/પથ્થર કોતરણીકાર
- મોચીકામ
- કડિયાકામ
- ટોપલી, ચટ્ટાઈ, સાવરણી બનાવનાર
- પારંપરીક ઢીંગલી અને રમકડાં બનાવનાર
- નાયી (વાળંદ)
- માળાઓ બનાવનાર
- ધોબી
- દરજી
- માછલીની જાળ બનાવવાનું કામ કરનાર
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ.
- આધારકાર્ડ - પાનકાર્ડ - રેશનકાર્ડ
- આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
- સેવિંગ બેંક ખાતાની વિગત
- પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ
નોંધ : પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે.
યોજના વિશે વધુ માહિતી મેળવવા તથા ફોર્મ ભરવા માટે નજીકના C.S.C સેન્ટરની મુલાકાત લ્યો.
Tags:
YOJANA