Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


hato hu suto parne putra nano lyrics

હતો હું સૂતો પારણે પુત્ર નાનો


હતો હું સૂતો પારણે lyrics

મહા હેતવાળી lyrics pdf


મહા હેતવાળી lyrics | Mahahetvali lyrics in gujarati


હતો હું સૂતો પારણે પુત્ર નાનો

રડું છેક તો રાખતું કોણ છાનો

મને દુખી દેખી દુખી કોણ થાતું

મહા હેત વાળી દયાળી જ મા તુ.


સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે

પીડા પામું પંડે તજે સ્વાદ તો તે

મને સુખ માટે કટ કોણ ખાતું

મહા હેત વાળી દયાળી જ મા તુ.


લઈ છાતી સાથે બચી કોણ લેતું

તજી તાજું ખાજું મને કોણ દેતું

મને કોણ મીઠા મુખે ગીત ગાતું

મહા હેત વાળી દયાળી જ મા તુ.


પડું કે ખડું તો ખમા આણી વાણી

પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી

પછી કોણ પોતા તણું દૂધ પાતું

મહા હેત વાળી દયાળી જ મા તુ.


કવિ લેખક : દલપતરામ


Hato hu suto pdf file | મહા હેતવાળી pdf | હતો હું સૂતો પારણે પુત્ર નાનો pdf

maha het vali dayali j ma tu pdf :   Download


Maha het vali dayali j ma tu aditya gadhavi


Post a Comment

Previous Post Next Post