Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Akabar Birbal varta chori kone kari

Akabar Birbal varta chori kone kari


ચોરી કરી કોણે ?

Akabar birbal gujarati varta



એક વખત અકબરના રાજમાં એક વેપારીને ઘરે મોટી રકમની ચોરી થઈ ગઈ. વેપારીએ તે ચોરીની ફરિયાદ કાજી પાસે કરી પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે કરી છે તે ખબર ન પડી ત્યારે તે મામલો અકબરના દરબારમાાં આવ્યો.

અકબર બાદશાહે ચોરને શોધી કાઢવાનો હકુમ બીરબલને કર્યો. બીરબલે તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું   ' તમને કોઈ પર શક છે ? ' , શક હોય તો કહી દેજો, ગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે.

વેપારીએ જવાબ દીધો , ‘હજૂર, મારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી. પરંતુ મારા ચાર નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી.’

બીરબલે સિપાહીને મોકલી તે વેપારીના નોકરોને તેડાવ્યા. જ્યારે ચારેય નોકરો આવી ગયા ત્યારે બીરબલે ચાર એક સરખી લાબી લાકડીઓમાાંથી એક એક લાકડી નોકરોને આપી અને કહ્યું ‘જુઓ, આ જાદુઈ લાકડી તમારે ચારેયનેતમારી પાસે આજ રાત પુરતી રાખવાની છે.’

આમ કહી બીરબલે લાકડીઓ ઉપર મંત્ર ફૂકવાનો ઢોંગ કર્યો. પછી કહ્યું ‘કાલે સવારે આવીને તમારે ચારે જણાએ પોતાની લાકડી મને બતાવવાની છે. જેણે ચોરી કરી હશે તેની લાકડી જાદુથી કાલ સવારે એક વેંત લાાંબી થઈ જશે પણ જેણે ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે.’  આમ કહી બીરબલે ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા.

હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈ વિચાર્યું કે ખરેખર મેં ચોરી કરી છે તેથી મારી લાકડી સવાર સુંધીમાં એક વેંત લાબી જઈ જશે. તો હૂં આ લાકડીમાંથી એક વેંત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થશે તો બધા નોકરોની જેવડી જ થઈ જશે. આમ વિચારી તે ચોરે પોતાની લાકડી એક વેંત જેટલી કાપી નાખી.

તે લાકડી કાંઈ જાદુઈ નહોતી. સવારે જ્યારે ચારેય નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે બીરબલે બધી લાકડી સાથે રાખી ને માપી અને તેણે તરત જ કહી દીધુ કે આ એક વેંત નાની લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે. નોકરની ચોરી પકડાઈ ગઈ હતી. તે હવે આકરી સજા મળવાના ભયથી ગભરાઈ ગયો. તેણે ચોરીની બધી વાત કબુલ કરી લીધી. આમ બીરબલની ચતરુાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો અને વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ.

અમારી શ્રેષ્ઠ બોધ વાર્તાઓ જુઓ : Click Here

Post a Comment

Previous Post Next Post