કસુંબીનો રંગ lyrics
કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી વડે લખયેલ એક શોર્ય ગીત છે. તો આવો જાણીયે આ ગીતના શબ્દો જે આપણાં લોહીમાં એક પ્રેમ અને શોર્યનો રંગ પુરી દે છે.
કસુંબીનો રંગ નો અર્થ ॥ કસુંબીનો રંગ એટલે શું ?
કસુંબીનો રંગ એટલે પ્રેમ અને શુરવિરતાં નો રંગ. આમ કસુંબીનો રંગ જ્યારે માનવ જીવન પર ચડે ત્યારે તે માનવ સામાન્ય ન બની રહેતા કોઇ ઉમદા કાર્ય કરીને સમાજ માટે ઉદાહરણ રુપે બની પુજનીય બની જાય છે.કસુંબીનો રંગ lyrics || kasumbi no rang lyrics gujarati lyrics
ho raj mane lagyo kasumbi no rang lyrics
હે મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ ,
હે મા ના ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
હે મા ના ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
હે......બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ,
ઘોળ્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
ઘોળ્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
ઘોળ્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
મહેક્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
હે.. ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
નવલી દુનિયા કેરાં સ્વપ્નમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ … હો રાજ મને...
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ … હો રાજ મને...
પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
સળગ્યો કસુંબીનો રંગ … હો રાજ મને...
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ … હો રાજ મને...
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ … હો રાજ મને...
હે... ઘોળી ઘોળી પ્યાલા ભરિયા ,
રંગીલાં તમે! પીજો કસુંબીનો રંગ … હો રાજ મને...
રંગીલાં તમે! પીજો કસુંબીનો રંગ … હો રાજ મને...
દોરંગા દેખીને ડરિયાં, ટેકીલાં તમે!
હોશિલા તમે! રંગીલાં તમે!
લેજો કસુંબીનો રંગ … હો રાજ મને...
kasumbi no rang zaverchand meghani gujarati pdf download
કસુંબીનો રંગ pdf : Download
Tags:
Gujarati_Song