Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


31 જુલાઈ, 2024

Chelaiya Nu Halaradu Lyrics in Gujarati

  Gujarati Mitra       31 જુલાઈ, 2024

ચેલૈયાનું હાલરડું lyrics

Chelaiya Nu Halaradu Lyrics in Gujarati । Chelaiya halardu lyrics pdf


Video credit : Jhankar Music Bhakti Sagar youtube channel

ચેલૈયા ની વાર્તા અને શેઠ સગાળશા નો ઇતિહાસ વિશે ટુંકમાં માહિતી.


            દંતકથા પ્રમાણે કેહવાય છે કે કળયુગમાં કર્ણ એ વાણિયાના કુખે શેઠ સગાળશા તરીકે જન્મ લિધો અને તેમની પત્નિનું નામ ચંગાવતી આ બને સદાવ્રત ચલાવે. કપરા વર્ષોમાં પણ તેમનો અન્ન્નો ભંડાર હમેશા ખુલ્લો રહે છે.
         એક સમય એવુ બને કે દીકરો ચૈલેયો નિશાળે ગયો હોય તેવામાં એક અઘોરી સાધુ તેમનાં ઘેર આવે છે આ અઘોરી સાધુને જમવાનું આપે છે પણ તેઓ તરત જ ગુસ્સે ભરાય છે ને કહે અમે અઘોરી બાવા અમે અન્ન ન ખવાય અમે તો માંસનો ખોરાકમાં ખાઇએ તે પણ ફક્ત માનવ માંંસ જ આરોગીએ આ તમે અન્ન આપિને અમારુ અપમાન કર્યુ છે.
        હવે સગાળશાને તેમનાં પત્નિની ખરેખર કસોટી હતી તેઓ મનોમન મુજાયા અને તેઓની ટેક હતી આગણે આવેલ અતિથીને ભુખ્યા મોકલવા નહીં. પછી તેઓ પેટ પર પાટા બાંધીને પોતાના ચૈલેયાને નિશાળેથી તેડાવી લિધો અને અઘોરી બાવા માટે પોતાનાં ચૈલેયાના માંથાને  ખાંડીને થાળીમાં તેઓનો ખોરાક પિરસ્યો અને આમ પછી શેઠ સગાળશાની અગ્નિપરિક્ષા પુર્ણ થય અને પ્રભુ દ્વારા તેમનો એક નો એક દિકરો પાછો આપ્યો.

જુઓ આ રસપ્રદ હાલરડું અને તેમનાં દરેક શબ્દો.

 

ચેલૈયાનું હાલરડું lyrics



કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને
કે તારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને

પણ અમે જાણ્યું, અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું
અને એની જાડેરી જોડશું જાન
એને ઓચિંતા, ઓચિંતાના મરણ આવિયા
હે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને


હે મારા નોંધારાના આધાર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને


પણ ઘર નમે, ઘર નમે તો ભલે નમે
પણ તું કાં નમ ઘરના મોભ
જેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયા
હે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને


પણ ઘર નમે, ઘર નમે તો ભલે નમે
પણ તું કાં નમ ઘરના મોભ
જેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયા
હે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને


કે તારા મેતાજી જુવે તારી વાટ કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને


આ મેલામાં, મેલામાં મેલો નુગરો
મેલામાં મેલો નુગરો પણ એથી મેલો લોભ
પણ ઈથી, ઈથી મેલા અમે દંપતિ
એ અમે મૂવે ય ન પામે મોક્ષ કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને


કે મારી ચાખડીનો ચડનાર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને


Chelaiya Nu Halaradu Lyrics in Gujarati pdf : Download

બીલખા : શેઠ સગાળશા

કર્ણ નો અવતાર -બીલખા આશરે ૧૨૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

શેઠ સગાળશા વ્રતને સેવે ને વાણિયો પાળે ઇ વ્રત
નો મળ્યા સાધુ રિયા અપવાસી તોડવા આવ્યો તપ
કરશનજી કોઢીયો થઈને
વેશ અતિતનો લઈને
ખનતે ભોજન ખીરના કીધા
પીરસી દીનાનાથ ને દીધા
ખીર રોટલી અમે જમતા નથી અન્નનો નથી આહાર
માજન અમે માંસ ખાનારા એમ બોલ્યા કિરતાર
મળી તમે નર નારી
વાત મારી લેજો વિચારી
માટી અમે માણસની જમીએ પરમાટી નહિ ત્યાગ
અઘોર પંથે રેવું અમારે ખેલવી ખાંડાની ધાર
વાણિયા તારી વરતી ડોલે
બાવો આજ અવળું બોલે
ભાગ ચેલૈયા ભાગી જાને માનને મારી અતીત
માવતર તારા મારવા બેઠા આંગણે આવ્યો અતીત
ઘુતારો ધુતી જાશે
પાછળ પસ્તાવો થાશે
ખડીયો પાટી હાથમાં માસ્તર રજા દિયો ઘરે જાય
માવતર કેરા ગુણ ઘણા એ કેમ કોચીગણ થાય
સાધુ જો ભૂખ્યો જાશે
અપવાસી ને આંટો થાશે
ચટક ચટક ચાલ્યો ચેલાયો લાગ્યો સાધુ ને પાય
જનની મારી જુવારશે તુજને જરીએ નહિ ઝંખવાય
છેલ્લા સીતારામ છે તુને
બાપુ ખાજે મોકળે મને
બાપ જાણી ને કહું છું બાવા મારે પેટ છે મહીનાય પાંચ
આશરો રઘુરાયનો એને ઉની ન આવે આંચ
બેઠો હવે થા મા બાવા
જમ્યા વિના નહીં દઉં જાવા
ચંગાવતી એ કટાર લઈને માંડી છે પેટમાય
પ્રભુ એ એના હાથ જ ઝાલ્યા વરતાણો જયજયકાર
સાચા તમે વ્રતધારી
જોઈએ તે લેજો માંગી
logoblog

Thanks for reading Chelaiya Nu Halaradu Lyrics in Gujarati

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો