વાસ્તુશાસ્ત્ર નું મહત્વ અને વાસ્તુશાસ્ત્ર બુક pdf
વાસ્તુશાસ્ત્ર એક પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે ઘરો, મંદિરો, ઑફિસ વગેરે ઈમારતોના બાંધકામ કરવા માટે ઉપયોગી બને છે. તે ભૌગોલિક દિશાઓ, ઊર્જા, અને પર્યાવરણ સાથે સંતુલન સ્થાપિત કરવા માટેના નિયમો અને સિદ્ધાંતો પર આધારિત છે. માટે જ આ વાસ્તુશાસ્ત્રનું આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિથી વર્તમાન સુંધી વિશેષ મહત્વ ચાલી રહ્યું છે.
આપણે અહિં, વાસ્તુશાસ્ત્ર એટલે શું ?, વાસ્તુશાસ્ત્ર કોને કેહવાય ?, વાસ્તુશાસ્ત્રના મુખ્ય તત્વો ક્યાં હોય છે ? વગેરે વિશે આ પેજ પર વિસ્તારથી જોઇશું. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ માહિતી pdf બુકમાં આપવામાં આવેલ છે, વાસ્તુશાસ્ત્રની pdf બુક પણ તમે નિચે આપેલ લિંક પરથી મેળવી શકો છો.
અનુક્ર્મણિકા
- વાસ્તુશાસ્ત્ર એટલે શુ વાસ્તુશાસ્ત્ર કોને કેહવાય ?
- વાસ્તુ શાસ્ત્રના મુખ્ય તત્ત્વો
- વાસ્તુશાસ્ત્રનું મહત્વ
- વાસ્તુશાસ્ત્રની બુક PDF । vastu shastra gujarati book pdf

વાસ્તુશાસ્ત્ર એટલે શુ વાસ્તુશાસ્ત્ર કોને કેહવાય ?
વાસ્તુ શાસ્ત્ર એ ભારતીય પરંપરાગત આર્કિટેક્ચરલ સિદ્ધાંતોનું શાસ્ત્ર છે જેનો ઉદ્દેશ્ય ઈમારતના ડિઝાઇન અને બાંધકામ દરમિયાન પ્રાકૃતિક તત્ત્વો, ઉર્જા અને પર્યાવરણીય પરિસ્થિતિઓનો સંતુલન સાધવાનો છે. વાસ્તુ શાસ્ત્રમાં મકાન, મંદિર, દુકાન વગેરેની રચના, ઓરડા, દરવાજા, બારણા, કિચન, બાથરૂમ વગેરેનો મુકામ તથા સ્થાન કેવી રીતે કરવો જોઈએ, તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
માનવ પોતાનુ જીવન ટકાવી રાખવા માટે પોતાના હસ્તે પ્રકૃતિમાથી અનેક વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ સિધો જ અથવા તેમા ફેરફાર કરીને કરે છે જેમનાં માટે અનેક રીતો આપવામા આવી છે જેમને ભૌતિક સંસ્કૃતિ કેહવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્રના મુખ્ય તત્ત્વો
- દિશા : ચાર મુખ્ય દિશાઓ (ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ) અને ચાર ઉપદિશાઓ (ઇશાન , અગ્નિ , નેઋત્ય , વાયવ્ય) ના આધાર પર ઇમારતનું આયોજન.
- પંચમહાભૂત : ભૂમિ, પાણી, અગ્નિ, વાયુ, આકાશ ના તત્વોનું સંતુલન.
- માપ : ઈમારતના માપ અને માળખાના પરિમાણો.
- આકાર : મકાનનો આકાર અને ગોઠવણી.
- પ્રકાશ અને હવા : ઇમારતમાં પ્રસન્નતા અને આરોગ્ય માટે જાગૃતિ.
વાસ્તુશાસ્ત્રનું મહત્વ
- વાસ્તુ શાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતોની અનુસરણથી માનવામાં આવે છે કે તેનાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે.
- વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિર્માણ કરેલ ઇમારતોમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્તિ થાય છે જેના થકી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
- સ્વાસ્થ્ય અને સુખ-શાંતિ માટે પણ અનુકૂળ વાસ્તુ પ્રમાણે સર્જન કરેલા ગૃહ પરિવાર્ના વ્યક્તિઓ માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે.
- વાસ્તુશાસ્ત્ર નિયમો મુબજ નિર્માણ કરેલ ઘર, ઑફિસ, દુકાનોમાં પોઝિટિવ એનર્જી રહે, બિઝનેસ અને નોકરીમાં સફળતા મળે અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
વાસ્તુશાસ્ત્રની બુક PDF । vastu shastra gujarati book pdf
વાસ્તુશાસ્ત્ર બુકની વિશેષતા
આ પુસ્તકમાં વાસ્તુશાસ્ત્રના નિયમો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર - મકાન, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંદિર, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઓફિસ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડું, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ટોયલેટ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઝાડ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરી, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સીડી, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર નો નકશો વગેરે દરેક માાહિતી વિગતવાર નિચે આપેલ વાસ્તુશાસ્ત્રની PDF બુકમાં છે. જે તમે નિશુલ્ક મેળવી શકશો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો