માછલી વિયાણી દરિયા ને બેટ ભજન lyrics and pdf

શ્રવણ ની વાર્તા । શ્રવણ નો ઇતિહાસ
એક બ્રાહ્મણ કુટુંબ હતુ. કુટુંંબમાં મા-બાપ અને એમનો એક યુવાન દીકરો, આ દીકરાનું નામ હતું શ્રવણ. માતા-પીતા બેય અંધ હતા પણ આ યુવાન દિકરો ખૂબ ડાહ્યો હતો. આંધળા મા-બાપની રાત-દિવસ સેવા કરે.એક દિવસ મા-બાપે શ્રવણને કહ્યું બેટા ! - અમે હવે ઘરડાં થયાં. અમને થાય છે કે થાય એટલી જાત્રા કરીને પ્રભુના ચરણમાં જીવન પૂરું કરીએ. શ્રવણ આ સાંભળીને વિચારમાં પડી ગયો. અને બોલ્યો, "ભલે પિતાજી, તમને અને માતાજીને હું જાત્રા કરાવીશ. એણે એક કાવડ બનાવડાવી.કાવડ એટલે ખભા પર ઉપાડી શકાય એવું મોટું ત્રાજવા જેવું સાધન, વચ્ચે વાંસનો દંડ અને દંડના બંને છેડે છાબડાં, કાવડમાં મા-બાપને બેસાડયો.કાવડ ખભા પર ઉપાડી અને માંડયો ચાલવા. જેટલાં તિરથ આવે ત્યાં દર્શન કરાવે અને આમ કરતો-કરતો તે અયોધ્યા નગરી પાસે આવી પહોચ્યો ત્યા જંગલમાં શ્રવણના મા-બાપને તરસ લાગી ત્યાં બાજુમાં એક જરણું હતું જ્યા શ્રવણ પોતાના માં-બાપ માટે પાણી ભરવા ગયો એવામાં તે જંગલમાં અયોધ્યા નગરનાં રાજા દશરથ શિકાર કરવા નિકળ્યા અને શ્રવણનો નદીના ઝરણાંમાથી પાણી ભરવાનો અવાજ સાંંભળી રાજા દશરથ દ્વારા હરણ પાણી પિવે છે જેવા અવાજ સાંભળી શબ્દભેદી બાણ ચલાવે છે અને પેલું તીર શ્રવણને વાગે અને તેનુ મુર્ત્યુ થાય છે.
શ્રવણ ના માતા પિતા નું નામ શું હતુ ?
શ્રવણના માતા-પિતા સંન્યાસી અને બ્રાહ્મણ હતા. તેના પિતાનું નામ શાતવન અને માતાના નામ જ્ઞાનવંતી હતા.શ્રવણના જીવન વિશે લખાયેલ આ ભજનના શબ્દો આ મુજબ છે. તમે આ ભજનની PDF ડાઉનલોડ નિચે આપેલ લિંક પરથી મેળવી શકો છો.
માછલી વિયાણી દરિયા ને બેટ ભજન lyrics - machhali viyani dariya ne bet gujarati lyrics
સરવણ રિયો એની માને પેટ
કાળી પછેડી ને ભમરિયાળી ભાત
સરવણ જનમ્યો માઝમ રાત
અડીકડી વાવ ને નવઘણ કૂવો
ત્યાં સરવણનો જનમ હુઓ
લાંબી પીપળ ટૂંકા પાન
સરવણ ધાવે એની માને થાન
સાત વરસનો સરવણ થીયો
લઈ પાટીને ભણવા ગીયો
ભણી ગણી બાજંદો થીયો ને
સુખણી નારને પરણી ગીયો
સુખણી નાર મારાં વચન સુણો રે
મારાં આંધળા માબાપની સેવા કરો
આંધળા માબાપને કૂવામાં નાખ
મને મારે મહિયર વળાવ
મોર સરવણ ને વાંહે એની નાર
સરવણ આવ્યો એના સસરાને દ્વાર
સસરાજી રે મારા વચન સુણો
તમારી દીકરીને ઘરમાં પૂરો
રો' રો' જમાઈરાજ જમતા જાવ
દીકરીના અવગણ કહેતા જાવ
ઈ અભાગણીનું મોં કોણ જુએ
મારાં માબાપને નાખે કૂવે
ત્યાંથી તે સરવણ ચાલતો થયો
ને સરવણ આવ્યો સુતારીને દ્વાર
ભાઈ રે સુતારી મારા વચન સુણો
મારાં આંધળા માબાપની કાવડ ઘડો
કાવડ ઘડજો ઘાટ સઘાટ
સોહ્યલાં બેસે મારા મા ને બાપ
ત્યાંથી સરવણ ચાલતો થયો
ને સરવણ આવ્યો દરજીને દ્વાર
ભાઈ રે દરજીડાં મારાં વચન સુણો
મારાં આંધળા માબાપના લૂગડાં સીવો
લૂગડાં સીવજો માપ સમાપ
સોહ્યલાં પેરે મારાં મા ને બાપ
ત્યાંથી તે સરવણ ચાલતો થયો
ને સરવણ આવ્યો મોચીડાંને દ્વાર
ભાઈ રે મોચીડાં મારાં વચન સુણો
આંધળા માબાપની મોજડી સીવો
મોજડી સીવજો ઘાટ સઘાટ
સોહ્યલી પેરે મારાં મા ને બાપ
ખભે કાવડ ને હાથમાં નીર
સરવણ આવ્યો જમનાને તીર
નાહ્યાં જમનાનાં પાવન નીર
ત્યાથી હાલ્યાં સરયુને તીર
ડગલે પગલે પંથ કપાય
પણ ત્યાં માબાપ તરસ્યા થાય
દશરથ બેઠાં સરવર પાળ
અંધારે હરણાંનો કરવા શિકાર
ભરીયા લોટા ખળભળ્યાં નીર
ને સરવણ વીંધાયો પેલે જ તીર
મરતાં તે લીધાં રામનાં નામ
દથરથ આવી ને ઊભા તે ઠામ
મરતાં મરતાં બોલતો ગીયો
મારાં આંધળા માબાપને પાણી દીયો
દશરથ આવ્યા પાણી લઈ
બોલ્યા માબાપની પાસે જઈ
માવતર તમે પાણી પીઓ
સરવણ તો પેલે ગામ જ ગીયો
આંધળાની લાકડી તૂટી આજ
સરવણ વિના કેમ રે જિવાય?
આંધળા માબાપે સાંભળી વાત
દશરથ રાજાને દીધો શાપ
અમારો આજે જીવડો જાય
તેવું તમ થજો દશરથ રાય
દશરથ રાજા ઘણાં પસ્તાય
અંતે રામ વિયોગે જીવડો જાય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો