Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


9 એપ્રિલ, 2025

garvi gujarat nibandh kavita chitra

  Gujarati Mitra       9 એપ્રિલ, 2025

ગરવી ગુજરાત નિબંધ કવિતા અને ચિત્રો

    નમસ્કાર મિત્રો અહિં આપણે  મારુ ગરવી ગુજરાત રાજ્યના નિબંધ, કવિતાઓ તથા ગરવી ગુજરાતના ચિત્રો વિષે વિગતવાર જાણિશું. અહિ આપણે ગરવી ગુજરાતના દરેક મહત્વાનાં વિષયો પર વિસ્તૃત માહિતી આપેલ છે. 

ગરવી ગુજરાત નિબંધ કવિતા અને ચિત્રો

garvi gujarat essay in gujarati


ગરવી ગુજરાત નિબંધ । Garvi Gujarat Nibandh (essey)

ગરવી એટલે શુ ?

    ગરવી એટલે ગૌરવશાળી , ગર્વની લાગણી અથવા અભિમાન. આમ ગરવી ગુજરાત એટલે ગુજરાત પર ગર્વ અનુભવે છે. 

ગુજરાતની સ્થાપનાનો ઇતિહાસ

    ભારતની આઝાદી પછી, દેશના રાજ્યોનું પુનર્ગઠન ભાષાના આધારે કરવાની માંગ ઉઠી. તે સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને એક જ રાજ્ય "બોમ્બે સ્ટેટ"નો ભાગ હતા, જેમાં ગુજરાતી અને મરાઠી બોલતા લોકોનો સમાવેશ થતો હતો. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની ઓળખને જાળવવા માટે અલગ રાજ્યની માંગ શરૂ થઈ. આ આંદોલનને "મહાગુજરાત આંદોલન" કહેવાયું. ઇન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓએ આ આંદોલનનું નેતૃત્વ કર્યું.

આંદોલનની સફળતા બાદ 1 મે, 1960 બોમ્બે સ્ટેટને બે ભાગમાં વહેંચવામાં આવ્યું - ગુજરાત (ગુજરાતી બોલતા વિસ્તારો) અને મહારાષ્ટ્ર (મરાઠી બોલતા વિસ્તારો). આ દિવસથી ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું.

    ડૉ. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા અને ગુજરતનું શરુઆતનું પાટનગર અમદાવાદ હતુ ત્યારબાદ 1970 થી ગાંધીનગરમાં સ્થળાંતર કરવામાં આવી.

    ગુજરાત દિવસ સ્થાપના દિવસ કે ગુજારાત ગૌરવ દિવસ દર વર્ષે 1 મે ના રોજ ઉજવવામાં આવે છે, જે રાજ્યની સ્થાપનાની યાદમાં એક ઉત્સવનું પ્રતીક છે. આ દિવસે ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને પ્રગતિની ઉજવણી કરવામાં આવે છે.


ગરવી ગુજરાતની વિશેષતા

    ગુજરાત, જેને આપણે "ગરવી ગુજરાત" તરીકે ઓળખીએ છીએ, એ ભારતનું એક ગૌરવશાળી રાજ્ય છે. આ રાજ્ય પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ, ઇતિહાસ અને વિકાસ માટે જાણીતું છે. ગુજરાતના લોકો પોતાની મહેનત અને ઉદ્યમશીલતા માટે પ્રખ્યાત છે. અહીંનું ગરબા અને ડાંડિયા નૃત્ય, રંગબેરંગી પોશાકો અને સ્વાદિષ્ટ ખાણીપીણી જેવા કે ઢોકળા, ખાંડવી અને ફાફડા, દુનિયાભરમાં લોકપ્રિય છે. નવરાત્રિનો તહેવાર ગુજરાતની સાંસ્કૃતિક ભવ્યતાનું ઉત્તમ ઉદાહરણ છે.આજે ગુજરાત આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ અગ્રેસર છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરો આધુનિકતા અને પરંપરાનું સુંદર સંગમ રજૂ કરે છે. આ રીતે, ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાના ગરવા અને ગૌરવને સાચવીને આગળ વધી રહ્યું છે.

    ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની સમૃદ્ધ સાહિત્ય અને સાંસ્કૃતિક પરંપરા માટે જાણીતું છે. અહીંથી અનેક પ્રખ્યાત કવિઓ, લેખકો અને મહાન વ્યક્તિઓએ જન્મ લીધો છે, જેમણે ગુજરાતી સાહિત્ય અને ભારતીય ઇતિહાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

    નરસિંહ મહેતા, દયારામ, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુન્દરમ વગેરે મહાન કવિઓ થકી આ ગુજરાતની ગાથામાં વધારો કર્યો છે.

    કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ચંદ્રવદન મહેતા, દલપતરામ વગરે પ્રખ્યાત લેખકો કલમે આ ગુજરાત રાજ્ય સાહિત્ય ક્ષેત્ર વિકસિત બન્યુ છે.

    મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિક્રમ સારાભાઈ, ધીરુભાઈ અંબાણી, નરેન્દ્ર મોદી, મોરારજી દેસાઇ વગેરે મહનુભવો દ્વારા આ ગુજરાત રાજ્ય અને દેશને વિશ્વમાં એક અલગ ઓળખાણ અપાવી છે.

આ વ્યક્તિઓએ ગુજરાતની ઓળખને સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન અને રાજકારણમાં વિશ્વભરમાં પ્રસ્થાપિત કરી છે.

    ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાના પ્રખ્યાત સ્થળો અને પવિત્ર મંદિરો માટે દેશભરમાં જાણીતું છે. અહીં પ્રકૃતિની સુંદરતા, ઐતિહાસિક સ્થળો અને આધ્યાત્મિક કેન્દ્રોનું અનોખું સંગમ જોવા મળે છે. તો ચાલો એક નજર કરિયે આ સ્થળો એક નજર કરિએ.


ગરવી ગુજરાતના પ્રખ્યાત સ્થળો

  • કચ્છનું રણ : આ સફેદ મીઠાનું રણ વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ છે. રણોત્સવ દરમિયાન અહીં સંસ્કૃતિ, હસ્તકલા અને પ્રકૃતિનું સુંદર દર્શન થાય છે.
  • ગિરનું જંગલ : એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન.
  • સાબરમતી આશ્રમ : અમદાવાદમાં આવેલ અને મહાત્મા ગાંધીએ અહીં રહીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને દિશા આપી હતી.
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી : સરદાર વલ્લભભાઈ પટેલની આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (182 મીટર) ગુજરાતનું ગૌરવ વધારે છે.
  • લોથલ : હડપ્પન સંસ્કૃતિનું એક મહત્વનું બંદર. ઇતિહાસ અને પુરાતત્વના રસિકો માટે આ સ્થળ ખાસ છે.
  • સોમનાથ મંદિર : આ ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. સમુદ્રના કિનારે આવેલું આ મંદિર પોતાની સ્થાપત્યકળા માટે પ્રખ્યાત છે.
  • દ્વારકાધીશ મંદિર : ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિર ચાર ધામમાંથી એક છે. દ્વારકા શહેરને ભગવાન કૃષ્ણની નગરી તરીકે ઓળખવામાં આવે છે.
  • અંબાજી મંદિર : આ શક્તિપીઠ માતા અંબાજીને સમર્પિત છે. નવરાત્રિ દરમિયાન અહીં ભવ્ય ગરબાનું આયોજન થાય છે.
  • પાલિતાણા જૈન મંદિરો (શત્રુંજય ડુંગર)  : 863થી વધુ જૈન મંદિરોનું સમૂહ ધરાવતું આ સ્થળ જૈન ધર્મનું મહત્વનું તીર્થસ્થાન છે.
આમ ગુજરાતની ગૌરવગાથા વધારનાર અનેક નાના-મોટા સ્થળો અને મંદિરો આવેલ છે. જેમ, કે શામળાજી મંદિર, ચાંપાનેર-પાવાગઢ, ડાયનાસોર ફોસિલ પાર્ક, સાપુતારા, અમુલ ડેરી વગેરે...

    ગુજરાત રાજ્ય ભારતના અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાંનું એક છે અને તાજેતરના વર્ષોમાં ટેક્નોલોજી ક્ષેત્રે પણ તે ઝડપથી આગળ વધી રહ્યું છે. આપણાં ધિરુભાઇ અંબાણી, જમશેદજી તાતા, ગૌતમ અદાણી વગેરે ઔદ્યોગિક ક્ષેત્ર ખુબ જ આગવુ સ્થાન ધરાવે છે.

ગુજરાતમાં ટેક્નોલોજી ક્ષેત્રનો વિકાસ : ગુજરાતમાં IT ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગરમાં ઇન્ફોસિટી અને અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક્સ (STPI) સ્થાપવામાં આવ્યા છે. GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી) એક આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સેવા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, જ્યાં ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓ વિકસી રહી છે. GIFT સિટીમાં ભારતનું પ્રથમ AI સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવ્યું છે, જે માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ સાથે સહયોગમાં કામ કરે છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)માં સેમિકોન સિટી નિર્માણ થઈ રહી છે, જે સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઇન અને ઉત્પાદન માટે પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ પૂરી પાડશે.

    ગુજરાતે AI ક્ષેત્રે પણ પગલાં ભર્યાં છે. AI ઇનોવેશન ચેલેન્જ જેવા કાર્યક્રમો દ્વારા સ્ટાર્ટઅપ્સ અને યુવાનોને નવીનતા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. સરકારે ગવર્નન્સમાં AIનો ઉપયોગ વધારવા માટે પણ પહેલ કરી છે.


ગરવી ગુજરાત કવિતા । Garavi Gujarat Kavita lyrics

    "જય જય ગરવી ગુજરાત" એ ગુજરાત રાજ્યનું સત્તાવાર ગીત (State Anthem) છે, જે ગુજરાતના ગૌરવ, સંસ્કૃતિ અને ઐતિહાસનું પ્રતીક છે. આ ગીતના રચયિતા નર્મદ (નર્મદાશંકર દવે) છે, જે ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને સામાજિક સુધારક હતા. આ ગીત 19મી સદીમાં લખાયું હતું અને તે ગુજરાતીઓની એકતા અને ગરિમાને ઉજાગર કરે છે.

જય જય ગરવી ગુજરાત ગીત lyrics | Jay Jay Garvi Gujarat lyrics


જય જય ગરવી ગુજરાત,
ભૂમિ ભવ્ય ભૂતકાળની,
શૌર્યની ધરા ગુજરાત,
ગૌરવની ગાથા ગાતી.

પશ્ચિમનો પ્રકાશ તું,
પૂર્વનો ઉદય અહીં,
સાગરની લહેરો સાથે,
ગુંજે તારું નામ ગુણી.

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,

દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત

જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,

જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.


ગરવી ગુજરાત ચિત્રો । Garvi Gujarat painting drawing

ગરવી ગુજરાતના પ્રખ્યાત ચિત્રો કે ગુજરાત સ્થાપના દિવસ અથવા ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ઉપયોગી ગુજરાતની કળા અને સંસ્કૃતી દર્શાવતાં ચિત્રો આપેલ છે. જે અલગ - અલગ સોશ્યલ મિડિયા પાસેથી મેળવેલ છે.
source : Social media

જય જય ગરવી ગુજરાત

garvi gujarat chitra

જય જય ગરવી ગુજરાત ચિત્ર

drawing of gujarat culture

garvi gujarat drawing hard and beautiful

garvi gujarat chitra photo



garvi gujarat chitra drawing



logoblog

Thanks for reading garvi gujarat nibandh kavita chitra

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for comment ! we will replay shortly.