હરિ ના ભજન માટે હેમાળે ન જાવું
કામ, ક્રોધ અને મોહરૂપી અગ્નિમાંથી શાંતી મેળવવા માટે માનવ વૈરાગ્ય ટકાવવા દૂર હિમાલયમાં (હેમાળે) ઘર અનેે ગામથી દૂર જવાની ઈચ્છા થાય છે. આપણી પાસે કોઈ આવે અને આ બધામાથીંં શાતિ અનુભવે, આપણો સહવાસ ગમે તેવું આપણું જીવન બને તો હૈયું હેમાળો બની ગયું સમજવું. આપણે જ તીર્થ બનવાનું છે તીર્થે જવાનું નથી. તેવું સમજાવતું આ ભજન ખૂબ જ લોકપ્રિય બન્યુ છે. તેમની માટે નો શ્રેય લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી જાય છે.

હરિના ભજનને માટે હેમાળે ન જાવું। Hemale na javu bhajan lyrics in Gujarati
હેમાળે ન જાવું,
હૈયું હેમાળો બનાવવું
હરિના ભજનને માટે હેમાળે ન જાવું,
હેમાળે ન જાવું, હૈયું હેમાળો બનાવવું…
હેમાળે ન જાવું હેમાળે ન જાવું
હૈયું હેમાળો બનાવવું...હરિના ભજનને માટે
મનના મંદિરીયામાં દિવો કરી દેખવું.
ભક્તિની આખે સઘળું દેખવું...દેખાડવું રે..... હરિના ભજનને માટે.
મુક્તિની જુક્તિ મારા ગુરુ એ બતાવી રે.
સમજી સમજીને એમાં સમરથ થાવુ રે...હરિના ભજનને માટે.
જ્ઞાન કેરી ગંગાજીમા ડુબકીઓ કરી ને
પંડને પખાળી પોતે પવિત્ર રે થાવું રે....હરિના ભજનને માટે
કહે હરિદાન હરિ ને ,મારગડે જાવુ રે.
હરિ ને હદયમાં રાખી હરિરુપ થાવુ રે.....હરિના ભજનને માટે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો