Gujarati Mitra

Explore Gujarati Mitra extensive lyrics collection of Gujarati Bhajan, Songs, Lokgeet, Dhun, Kirtan, Aarti, Prathana, Garba. Download PDFs for spiritual journey and cultural celebrations today. Discover engaging Gujarati motivational story, Bodhkatha, Varta, Yojana and Sahitya in the Gujarati language.

અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર




Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


11 એપ્રિલ, 2025

om namah shivay jap mala lyrics

  Gujarati Mitra       11 એપ્રિલ, 2025

ૐ નમઃ શિવાય જપમાળા

 

 ૐ નમઃ શિવાય જપમાળા વિશે માહિતી:

  • મંત્રનો અર્થ
    • "ૐ" એ બ્રહ્માંડનું પ્રાથમિક નાદ છે.
    • "નમઃ શિવાય" નો અર્થ છે "હું ભગવાન શિવને નમન કરું છું."
  •  જપમાળા વડે ૐ નમઃ શિવાયનો જાપ કરવાથી મન શાંત થાય છે અને આધ્યાત્મિક ઉર્જા વધે છે.
  • ઓમ નમહ શિવાય જપમાળા  મણકા 108 નો જાપ કરવાથી માનસિક શાંતિ અને તણાવ ઘટાડે તથા  આત્મજ્ઞાન અને શિવની નિકટતા અનુભવાય છે.  નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મકતા વધે.

om namah shivay jap mala lyrics

શિવ માળા મણકા 108

ૐ નમઃ શિવાય અષ્ટીત્તર સતનામ માળા ૐ નમઃ શિવાય


મંગલકારી શિવનું નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

સાચું સુખ દેનારૂં નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

વાંચ્છીત ફળ દેનારૂ નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

ૠષિમુનિ જપતા નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

બ્રહ્મા વિષ્ણુ ઉચ્ચારે નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

પાર્વતીના પ્યારા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

નંદી ગણેશ જપતાં એ જાપ નમ: શિવાય ૐ નમ: શિવાય

નારદ, શારદ ગાતા ગાન નમ: શિવાય ૐ નમ: શિવાય

તેત્રીસ કરોડ દેવ જપતા જાપ નમ: શિવાય ૐ નમ: શિવાય

ગંધર્વ, કિન્નર ગાતાં ગાન નમ: શિવાય ૐ નમ: શિવાય

બારે વરસે અમૃત ઉભરાય નમ: શિવાય ૐ નમ: શિવાય

સાધુ - સંતોના પ્યારા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

ધૂન મચાવો આઠે ધામ નમ: શિવાય ૐ નમ: શિવાય

વિશ્વ સકળના તારણહાર નમ: શિવાય ૐ નમ: શિવાય

કૈલાસમાં ગુંજે એક નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

અણુ અણુમાં ભોલેનો વાસ નમ: શિવાય ૐ નમ: શિવાય

શ્વાસે શ્વાસે જપજો જાપ, નમ: શિવાય ૐ નમ: શિવાય

અંત સમય આપે છે કામ નમ: શિવાય ૐ નમ: શિવાય

જ્યોતી સ્વરૂપ પ્રગટયા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

કલ્યાણકારી એક જ નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

અમરનાથનું અમર છે નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

ભક્તો દર્શન કરવા જાય નમ: શિવાય ૐ નમ: શિવાય

ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

સોમનાથ કહેવાયા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

દર્શન કરતા પાપ ધોવાય નમ: શિવાય ૐ નમ: શિવાય

કાર્તિકેયના પ્યારા તાત નમ: શિવાય ૐ નમ: શિવાય

મલ્લિકાર્જુનથી પ્રગટયા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

પૂનમ અમાસનાં દર્શન થાય નમ: શિવાય ૐ નમ: શિવાય

બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

અવન્તિકામાં બિરાજયા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

“મહાકાલ” થી પ્રગટયા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

કુંભ મેળાનું તિરથધામ નમ: શિવાય ૐ નમ: શિવાય

ભક્તિ મુક્તિ દેનારૂ નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

મધ્યમા છે ૐ કાર નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

મમલેશ્વરનું પામ્યા નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

વિંદ્યાચલના તારણહાર નમ: શિવાય ૐ નમ: શિવાય

પરલી ગામે બિરાજ્યા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

“વૈજનાથ ” નો મહિમા અપાર નમ: શિવાય ૐ નમ: શિવાય

દર્શન કરતા દુ:ખડા જાય નમ: શિવાય ૐ નમ: શિવાય

ડાકિન વનમાં વસીયા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

ભીમ રાક્ષસને હણતાં નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

ભીમા શંકર પામ્યા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

સેતુ બંધ દક્ષિણમાં ધામ નમ: શિવાય ૐ નમ: શિવાય

રામની ભક્તિ સ્વીકારે નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

રામેશ્વર નામે પ્રગટયા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

વિજયના આપ્યા આર્શીવાદ નમ: શિવાય ૐ નમ: શિવાય

દારૂક વનમાં બિરાજે નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

નાગેશ્વરનું પામ્યા નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

અસુરોના સંહારક નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

દીન દુ:ખીઓના તારણહાર નમ: શિવાય ૐ નમ: શિવાય

કાશીનગરી અમર છે ધામ નમ: શિવાય ૐ નમ: શિવાય

વિશ્વેશ્વરનો મહિમા અપાર નમ: શિવાય ૐ નમ: શિવાય

દર્શન કરતા પાપ ધોવાય નમ: શિવાય ૐ નમ: શિવાય

અમરતાનું આપે વરદાન નમ: શિવાય ૐ નમ: શિવાય

ગૌતમી તટે બિરાજ્યા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

ત્ર્યંબકેશ્વરથી પ્રગટયા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

દર્શન કરતા પાવન થવાય નમ: શિવાય ૐ નમ: શિવાય

હિમાલય છે શિવનું ધામ નમ: શિવાય ૐ નમ: શિવાય

કેદાર નામે પ્રગટયા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

જનમ જનમના પાપ ધોવાય નમ: શિવાય ૐ નમ: શિવાય

કેદારનાથનો મહિમા અપાર નમ: શિવાય ૐ નમ: શિવાય

હરિદ્વાર હરીહરનું ધામ નમ: શિવાય ૐ નમ: શિવાય

ૠષિકેશનો મહિમા અપાર નમ: શિવાય ૐ નમ: શિવાય

ધુશ્માની ભક્તિ સ્વીકારે નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમ: શિવાય ૐ નમ: શિવાય

ધુશ્મેશ્વરથી પ્રગટયા નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

અમર કર્યુ ધુશ્માનું નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

જ્યોતિર્લિંગનો મહિમા અપાર નમ: શિવાય ૐ નમ: શિવાય

જન્મમરણ હણનારું નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

ભવનાં પાપ હરે ભવનાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

દર્શન કરવાનો મહિમા અપાર નમ: શિવાય ૐ નમ: શિવાય

કુબેરેશ્વરનો મહિમા અપાર નમ: શિવાય ૐ નમ: શિવાય

કુબેર ભંડારી આપ્યું નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

કળિયુગના સાચા આધાર નમ: શિવાય ૐ નમ: શિવાય

અષ્ટસિદ્ધિ દેનારૂ નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

જ્ઞાન ભક્તિના છે ભંડાર નમ: શિવાય ૐ નમ: શિવાય

શિવ ભજતાં આપે વૈરાગ નમ: શિવાય ૐ નમ: શિવાય

ચાર પદારથ આપે નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

અડસઠ તિરથનું પુણ્ય દેનાર નમ: શિવાય ૐ નમ: શિવાય

ચાર વેદનો એક જ સાર નમ: શિવાય ૐ નમ: શિવાય

તેર કરોડ જપતાં જે જાપ નમ: શિવાય ૐ નમ: શિવાય

શિવપદ આપે ભોલેનાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

કામ, ક્રોધ હણનારૂ નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

માયા, મોહને દૂર કરનાર નમ: શિવાય ૐ નમ: શિવાય

શિવરાત્રીએ જપજો જાપ નમ: શિવાય ૐ નમ: શિવાય

જનમ જનમના બાળે પાપ નમ: શિવાય ૐ નમ: શિવાય

શ્રાવણ માસમાં કરતાં જાપ નમ: શિવાય ૐ નમ: શિવાય

શિવ ચરણોમાં પામે વાસ નમ: શિવાય ૐ નમ: શિવાય

ઈક્કોતેર પેઢી તારે નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

નિર્ધનને ધન આપે નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

પુત્રહીનને પુત્ર દેનાર નમ: શિવાય ૐ નમ: શિવાય

ગ્રહની પીડા દૂર કરનાર નમ: શિવાય ૐ નમ: શિવાય

દુ:ખ દરિદ્ર દૂર કરનાર નમ: શિવાય ૐ નમ: શિવાય

મહારોગનો એક જ ઈલાજ નમ: શિવાય ૐ નમ: શિવાય

સુખ શાંતિ આપે એક જ નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

અકાળ મૃત્યુ ટાળે નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

શિવ શરણું આપે એક નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

તેમાં કાયરનું નહીં કામ નમ: શિવાય ૐ નમ: શિવાય

ભજી લ્યોને છોડી સૌ કામ નમ: શિવાય ૐ નમ: શિવાય

બતાવ્યું ગુરૂએ સાચું જ્ઞાન નમ: શિવાય ૐ નમ: શિવાય

શ્વાસે શ્વાસે જપજો જાપ નમ: શિવાય ૐ નમ: શિવાય

સંકટમાં આપે આરામ નમ: શિવાય ૐ નમ: શિવાય

શ્રદ્ધાથી જપજો એક નામ નમ: શિવાય ૐ નમ: શિવાય

અરજી સાંભળજો ભોલેનાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

ભક્તિ અનન્ય આપજો નાથ નમ: શિવાય ૐ નમ: શિવાય

“વિશ્વનાથ” જપતા એક જાપ નમ: શિવાય ૐ નમ: શિવાય

ૐ જડેશ્વરદાદાનાં જપતાં જાપ નમ: શિવાય ૐ નમ: શિવાય


નિશદિન માળા જે કરે સવાર, બપોર અને સાંજ સંકટ તેના દૂર થાય જરા પણ ના આવે આંચ. આધિ, વ્યાધિ, ઉપાધિ હરે પરમ પાવન શિવનામ, મનોકામના પૂર્વ કરે ભક્ત વત્સલ ભોલેનાથ, ૐ નમ: પાર્વતી પતયે હર હર મહાદેવ હર....


ઓમ નમઃ શિવાય જપમાળા pdf | Om namah shivay jap mala lyrics pdf


Shiv mala 108 in gujarati pdf : Download

Shiv mala lyrics in gujarati



 

logoblog

Thanks for reading om namah shivay jap mala lyrics

Newest
You are reading the newest post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for comment ! we will replay shortly.